________________
૩૬૬
સ્થિતિ, પરદેશ ખાતું, રોમન કેથોલિક પ્રશ્ન, એ દરેક વિષયમાં પીલ પિતાથી વધારે માહિતગાર લેખકોના ને ચિંતકોના વિચારે મુજબ મધ્યમ વર્ગના અંગ્રેજોના જીવનને અનુકૂળ આવે તેમ વર્યો. પીલ ખરે મુખ્ય મંત્રી હત. સહકારીઓને હંમેશાં પીલના કહ્યામાં જ રહેવું પડતું; પીલ ટેરિને કે કૉન્ઝર્વેટિન નહિ, પણ મધ્યમ વર્ગના અંગ્રેજ વેપારીઓને ખરે આગેવાન કહી શકાય. તે ઈ. સ. ૧૮૫૦માં ઘોડા ઉપરથી પડી જતાં મરી ગયે*
લૉર્ડ જાહૉન રસલને કારભાર, ઈ. સ. ૧૮૪૬-પર-પીલના રાજીનામા પછી “લિબરલ” અમીર લૉર્ડ રસેલ મુખ્ય કારભારી થયો. પીલના અનુદન વગર તે સત્તા ઉપર કદી ટકી શક્યું નહિ. આર્થિક સવાલોમાં રસલ લિબરલ સિદ્ધાંત પ્રમાણે વર્યો. તેણે નૈવિગેશન કાયદાઓ રદ કર્યા. આયર્લંડમાં દુષ્કાળ કેર વર્તાવી રહ્યો હતે. હજારે માણસો અમેરિકા જતાં રહ્યાં; હજારે ભૂખ્યા મરી ગયાં. ઓકૉનેલના વખત પછી “Young Ireland”—“યુવાન આયર્લડ” નામનું મંડળ ઉભું થયું હતું. એ મંડળના સભ્યોને પીટના ઇ. સ. ૧૮૦૦ના કાયદાને રદ કરવો હતે. 0 Brien-ઓ બ્રાયન તેમનો આગેવાન થયો. ઈ. સ. ૧૮૦૦ના કાયદાને રદ કરવાને બદલે હવે તેના પક્ષપાતીઓએ સ્વતંત્રતા જાહેર કરવા નિર્ણય કર્યો. યુરોપમાં પણ ઘણે ઠેકાણે રાજ્યસત્તા વિરુદ્ધ બંડ થયાં હતાં. આઈરિશ બંડખોરોને તેથી ઉત્તેજન મળ્યું; પણ સમસ્ત આઈરિશ પ્રજા તેવા મતની નહોતી. તેથી ઈ. સ. ૧૮૪૮ના જુલાઈ માસમાં એક નજીવું તેફાન કરી બંડખેરે દબાઈ ગયા. ઓ બ્રાયનને દેશપાર કરવામાં આવ્યું. રસલે આઈરિશ જમીનનું વેચાણ કરવા ને ગરીબોને રાહત આપવા બે કાયદાઓ પસાર કર્યા, પણ આઈરિશ તેથી સંતોષ પામ્યા નહિ,
By his financial, his administrative and finally by his fiscal reforms, Peel smoothed the way for that victorious commercialism, which for at least a gcneration made Great Britain the mart, the entrepot, the banking centre and the ocean-carrier of the world.
P. 70, Political History of England, 1837-1901.