________________
૩૨૩
જહેન મૂર ફેંચે સામે ધો આવતું હતું તે હવે પાછો હટી ગયે. તે કરના (Corunna) પાસે હારી ગયો ને પોતે લડાઈમાં માર્યો ગયો, જાન્યુઆરિ, ઈ. સ. ૧૮૦૯.
વેલેસ્લીનું સેનાપતિપણું–વેલેસ્લી હવે સેનાપતિ થશે. તે બાહોશ હતો. તેને વિચાર એવો હતો કે પોર્ટુગલને બ્રિટિશ કબજામાં રાખી, સ્પેઇન ને પોર્ટુગલનાં લશ્કરને બરાબર કેળવી, ધીમે ધીમે ફેંચ લશ્કરોને બંને દેશમાંથી કાઢી મૂકવાં ને પછી ખુદ ક્રાંસમાં દાખલ થઈ નેપોલિઅનની સત્તાને તેડી પાડવી; અંગ્રેજે, પોર્ટુગીઝે, અને પેનિઅર્પો સામે નેપોલિઅન પિતાનાં યુરોપના જુદા જુદા દેશોમાં રોકાએલાં લશ્કરે મેકલશે એટલે તેની સત્તા આપોઆપ નરમ પડી જશે. આ યોજના એકદમ સફળ થઈ.
ટાલાવેરા (Talavera)ની પહેલી લડાઈમાં વેલેસ્લીને ફતેહ મળી, તેથી તેને વાઈકાઉંટ વેલિંગ્ટન બનાવવામાં આવ્યો, જુલાઈ–સપ્ટેબર, ઈ. સ. ૧૮૦૮. પણ આ જીતથી તે ફાવે નહિ. તેને પાછું હઠી જવું પડ્યું. લિસ્બનને બચાવ કરવા માટે તેણે પંદર ગાઉ ફરતી કિલ્લેબંદી કરી, શત્રુઓને ખોરાકનાં સાધને ન મળે એવી યોજના કરી, ને લશ્કરે માટે ખોરાક વગેરેનો પૂરે બંદેબસ્ત કરીને જ હવે આગળ વધવાનું નક્કી કર્યું. આખા દ્વીપકલ્પમાં નાની મોટી લશ્કરી ટોળીઓ શત્રુઓને હેરાન કરવા લાગી-દખણમાં મરાઠાઓએ મોગલ લશ્કરેને પણ આમ જ હંફાવ્યાં હતાં. ઈ. સ. ૧૮૧૨ ઑગસ્ટ માસમાં વેલિંગ્ટન માડ્રિડમાં દાખલ થયા. અંગ્રેજ સરકારે તેને માર્કિવસ બનાવ્યો. દક્ષિણ સ્પેઇનમાંથી શત્રુઓને કાઢી મૂકવામાં આવ્યા. ઈ. સ. ૧૮૧૩ના જુનની ૨૧મી તારીખે વેલિંગ્ટને વિટારિઆ (Vittoria) મુકામે શત્રુઓને ફરીથી સપ્ત હાર આપી. તેમનો તમામ લશ્કરી સરસામાન અંગ્રેજોના હાથમાં આવી ગયો. ફ્રેંચ લશ્કર બધું વીખરાઈ ગયું. એક માસ પછી પિરિનિઝની ખુનખાર લડાઈમાં પણ ફેંચે બીજી વાર હારી ગયા. મિત્રરાજ્યનાં લશ્કરે કાંસમાં દાખલ થયાં. યુરોપમાં નેપોલિઅન હાર ઉપર હાર ખાતો હતો. તેના શત્રુઓ પૂર્વ તરફથી પણ કાંસમાં દાખલ થઈ ગયા હતા. ઈ. સ. ૧૮૧૪ના એપ્રિલની ૧૦મી તારીખે