________________
૩૦૦
એવી જ ખુનામરકી પિતાના દેશમાં પણ કદાચિતું પ્રસરે. ફોકસ ખુનામરકીની સામે હતો; પણ એ અને એના પક્ષકારે એમ માનતા કે ખૂનામરકી તે થોડા વખતમાં શાંત થઈ જશે અને રાજ્યક્રાંતિની કાયમ અસર તે કાંસના રાજ્યવહીવટમાં ને સમાજમાં રહેશે જ અને તેથી ફેંચ લોકો એકંદર સુખી થશે ને દેશમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થપાશે. તેઓ એમ પણ માનતા હતા કે અંગ્રેજોએ પણ પોતાના રાજ્યતંત્રને સુધારવું જોઈએ અને એ સુધારાથી કાંઈ કાંસની ખૂનરેજી દેશમાં દાખલ થશે નહિ. ઉલટું તેથી તે લોકો સુખી થશે ને કારભાર લોકપ્રિય થશે. પણ બર્ક ને બીજા વિહગ મુત્સદીઓ આ માન્યતા ધરાવતા નહોતા. તેઓ હવે પિટ સાથે ભળી ગયા ને તેના કારભારને અનુમોદન આપવા મંડ્યા. ઇ. સ. ૧૭૮૧માં જ્યારે કેનેડાના રાજ્યતંત્ર ઉપર ચર્ચા ચાલતી હતી ત્યારે ફેંસ ને બર્ક લડી પડ્યા. તેમની મૈત્રી હવે તૂટી ગઈ. બર્ક મm Appeal from the new to the old Whigs Hd udlal, પક્ષના બદલાએલા સંજોગોને સ્કુટ કરનારું પુસ્તક બહાર પાડયું. - પિટ અત્યાર સુધી કેચ બનાવ તરફ તટસ્થ રહ્યો હતો. ઈંગ્લંડના લોકે કાંસના આંતર કારભારમાં દરમ્યાન ન થાય તેમાં જ તેમને લાભ છે એમ તે માનતા હતા. દરમ્યાન ફ્રેંચ ધારાસભાએ આલ્સાસ ને લઈનમાં જુના જમીનદારોના હકોને નાબુદ કર્યો ને નેધલઝમાં ફેંચ લોકો મહાજનસત્તાક રાજ્ય સ્થાપવાની ખટપટ કરવા લાગ્યા. ઇ. સ. ૧૭૮રના ફેબ્રુઆરિમાં
ઑસ્ટ્રિઆના એપરર ને ફેંચ રાણી મેરિના ભાણેજ ક્રાંસિસે ને પ્રશિઆના રાજા ફ્રેડરિક વિલિઅમે ફાંસ સામે લડાઈ જાહેર કરી, અને ફાંસમાં જુનું રાજ્યશાસન ફરી સ્થાપવા માટે તેઓ બહાર પડ્યા; અંદરથી તેમને
*બર્ક એમ ઠસાવતો હતો કે ક્રાંસની રાજ્યક્રાંતિને લઈને યુરોપની. બધી પ્રજાએ બંડખેર, ઝનુની, નાસ્તિક ને અધમ થઈ જશે, ને તેથી તે દેશ સામે લડાઈ કરવી જોઈએ. ઈ. સ. ૧૭૯૭ના જુલાઈમાં તે મરી ગયે. મરણ સુધી તે યુદ્ધને હિમાયતી રહ્યો. તેથીજ કૅનિંગે કહ્યું કે –Here there is, but one event, but that is an event for the world; Burke is dead ! એક સમર્થ ચિંતક ને લેખક કેટલે સુધી જગતને ભાગ્યવિધાતા થઈ શકે છે !