________________
લાગ્યું. તેથી બધાને એટલી તે ખાતરી થઈ ગઈ કે સંસ્થાનિકોને હરાવવા એ કાંઈ રમતની વાત નથી. બંડખોરોએ હવે કેનેડા ઉપર નિષ્ફળ સવારીઓ મોકલી. બોસ્ટન પણ સંસ્થાનિકોને હાથ ગયું, જાન્યુઆરિ, ઇ. સ. ૧૭૭૬. અંગ્રેજે કેરેલિનાના મુખ્ય શહેર ચાર્લ્સટાઉન (Charlestown) કબજે કરવામાં નિષ્ફળ થયા. શત્રુની નિષ્ફળતાઓથી અને પિતાની ફતેહથી સંસ્થાનિકો જોર ઉપર આવ્યા. ઇ. સ. ૧૭૭૬ના જુલાઈમાં ફિલાડેલ્ફિઆ મુકામે ભરાએલી ત્રીજી કૉંગ્રેસે–મહાસભાએ ઈંગ્લંડની સત્તાથી પિતાની સ્વતંત્રતા જાહેર કરી અને United States of America-અમેરિકાનાં સંયુક્ત રાજ્યો એવા નામથી તેર સંસ્થાને દુનિયામાં જાહેર થયાં. અંગ્રેજ સેનાપતિ લૉર્ડ હોવે (Howe) એ ન્યુ યૉર્ક સર કર્ય, સપ્ટેબર, ઇ. સ. ૧૭૭૬, ને બૅકલિન (Brooklyn) પાસે વૈશિંગ્ટનને હરાવ્યો. ઇ. સ. ૧૭૭૭ના સપ્ટેમ્બરમાં લૉર્ડ કોર્નવોલિસે ફિલાડેલ્ફિઆ સર કર્યું. બગૉઈન (Burgoyne) ઉત્તર તરફથી દક્ષિણમાં આવતા હતા. હડસન નદી સાથે તમામ વ્યવહાર પોતાને કબજે કરવાને તેને ઈરાદો હતા; પણ ઇ. સ. ૧૭૭૮ના અકબર માસની ૧૭મી તારીખે સારાટોગા (Saratoga) મુકામે તેને અમેરિકન સરદાર ગેઈટ (Gate)ને શરણ થવું પડયું, કારણકે બીજા અંગ્રેજ સરદાર તેને મદદ મોકલી શક્યા નહિ. ઉત્તરનાં સંસ્થાનોમાં હવે અંગ્રેજ સત્તા નાશ પામી.
યુરોપની દરમ્યાનગીરી–ફ્રાંસ, સ્પેઈન ને હૉલંડઅત્યાર સુધી સંસ્થાનિકે એકલે હાથે ઇંગ્લેન્ડ સામે લડતા હતા. કાંસ ને પેઈન ખાનગી રીતે તેમને મદદ કરતાં હતાં પણ હજુ સુધી તેઓ ચેક બહાર પડયાં નહોતાં. જ્યારે તેઓએ અમેરિકનની બહાદુરી અને ધીરજ, ને અંગ્રેજોની નબળાઈ જોયાં, ત્યારે તેઓએ વિગ્રહથી લાભ લેવાનો નિર્ણય કર્યો. કાંક્ષિન પેરિસ ગયો. તેર સંસ્થાને સ્વતંત્રતા જાહેર કરી, તે કાંસની ઉદાર પ્રજાને ગમી ગયું. તે વખતે કાંસમાં સ્વતંત્રતાનો ને પુરાણી પદ્ધતિ સામે બંડને વા વાત હતા. તેથી સારાટોગાની સંસ્થાનિકેની ફતેહના ખબર જાણવામાં આવ્યા કે તુરત જ કાંસે