________________
૧૯
સૂર્ય જેવી તપવા માંડી, ઇ. સ. ૯૫-૭૫. તેના મુખ્ય પ્રધાન કૅન્ટરબરિના આર્ચબિશપ-ધર્માધ્યક્ષ-ડન્સ્ટન હતો. એના વખતમાં ડેઇન લોકો સૅક્સનેાના મિત્રેશ થયા. પણ એડગર ભરજુવાનીમાં મરી ગયો અને તેના પુત્ર નમાલા થયા તેથી આ મંત્રી તૂટી ગઈ. એથલેંડના વખતમાં ડેન્માર્કના રાજાએ તે ડેઈન ચાંચીઆઓએ એક થઈ ઈંગ્લંડ ઉપર ચડાઈ આ કરવા માંડી. વેસેકસના રાજાએ પહેલાં તે આ નવા તે ભયંકર શત્રુઓને પૈસા આપી રાજી કર્યા; પણ તેથી તે વધારે લલચાયા. એથલડે પોતાના રાજ્યના ઘણા ડેઈ નાના ક્રૂર રીતે નાશ કરાવ્યો, પરદેશી ડેઈ ના ખીજવાયા; તેઓએ વળી વેસેકસ ઉપર હુમલા કરવા માંડયા. પરિણામે લોકોએ ડેઇન રાજાને પોતાના રાજા બનાવ્યા, ઇ. સ. ૧૦૧૩. પણ રાજા છ માસમાં મરી ગયા તેથી તેને પુત્ર કૅન્યુટ (Canute or Cnut) ગાદીએ આવ્યા. એથબ્રેડના પુત્ર એડમંડ આયર્નસાઈ ડે(Edmund Ironside) થોડા વખત માટે પોતાના વડવાઓની ગાદી પાછી મેળવવા યત્ના કર્યા; પણ તેના શકમંદ મરણ પછી ડેઈન રાજા કૅન્યુટ વગર વિરાધે ઈંગ્લંડનો ખર રાજા થયા, ઇ. સ. ૧૦૧૬. આ વખતે કૅન્યુટની ઉંમર એકવીસ વર્ષની હતી.
ડેઇન રાજા કૅટ, ઇ. સ. ૧૦૧૬-૩પ.—ન્યુટ ઈંગ્લંડનો જ નહિ પણ ડેન્માર્ક અને નાવતા પણ રાજા હતા. તેણે એક અંગ્રેજ રાજા તરીકે આખા ઈંગ્લંડ ઉપર રાજ્ય કર્યું. તે એથલ્ડની વિધવાને પરણ્યા. સૅક્સન અમીરોને તેણે રાજ્યના જુદા જુદા વિભાગાના અમલદારોના હાદાએ આપ્યા, લશ્કરમાં પણ તેમને મેટી મોટી નોકરીઓ આપી, તે ચર્ચને પણ્ સારી બક્ષીસો આપી. તેણે ઈંગ્લંડના જુના કાયદા પ્રમાણે લોકો ઉપર અમલ કર્યો. અંગ્રેજોની ધાર્મિક લાગણીઓને તે કદી દુભવતા નહિ. તેણે સ્વિડનના થોડાક ભાગ સર કર્યો તે સ્કોટ્લેડના રાગ્ન સાથે મૈત્રી કરી. પેાતાની એકની એક પુત્રીનું સગપણ તેણે હેરિએંપરર (Emperor ) સાથે કર્યું ને તેની પાસેથી તે રામના પાપ પાસેથી તેણે અંગ્રેજો માટે વેપાર વગેરેના સારા હકો લીધા. ઈંગ્લંડની સમૃદ્ધિને તેણે ઘણી જ વધારી. આ રાજા ઇ. સ. ૧૦૩૫માં ૩૮ વર્ષની ઉંમરે મરી ગયા. ૨૪