________________
૨૭૭
વર્તમાનપત્રમાં પ્રકટ થવા લાગ્યા. તેમાં જુનિઅસ (Junius)ની સહીથી લખતા કઈ છુપા લેખકે તે ઘણી જ છટાદાર ને કડક ભાષામાં લખવા માંડ્યું. જોકે આ અરસામાં Thoughts on the Present Discontent નામનું સુંદર ને નીતિશાસ્ત્રના અમર સૂત્રોથી ભરેલું પુસ્તક બહાર પાડયું. ગ્રેફટનના મિત્રો હવે તેના પક્ષમાંથી ખસી ગયા. રાજા સિવાય તેને કોઈ અનુમોદન આપનારું રહ્યું નહિ, તેથી કંટાળી તેણે રાજીનામું આપ્યું. રાજાએ પોતાના માનીતા લૉર્ડ નૉર્થને મુખ્ય જગ્યા આપી, જાન્યુઆરિ, ઈ. સ. ૧૭૬૦.
રાજાની ફતેહ. જુની હિગ અમીરાતની સત્તાનો નાશ. વિહગ પક્ષને પુનરુદ્ધાર-નૉર્થ સત્તા ઉપર આવ્યો એટલે રાજા જ્યોર્જના તમામ મનોરથો બર આવ્યા. તે ચૅધમ, ગ્રેનવિલ, ગ્રેફટન ને રોકિંગહામ જેવા પ્રજાપ્રિય, બુદ્ધિશાળી, વગવાળા ને તાલેવર મુત્સદીઓની સાથે રમત રમ્યા હતા ને તેમાં દરેક વખતે તે ફાવ્યો હતો. હવે તેઓ બધા એક પછી એક મહાત થઈ ગયા. બૉલિંગાકે ટેરિ પક્ષ સમક્ષ જે વિચારે મૂ યા હતા તે વિચારે હવે સિદ્ધ થયા–ટોરિએ રાજાની આસપાસ ગોઠવાઈ ગયા અને તેઓએ સમગ્ર રાજ્યતંત્ર પિતાના હાથમાં લીધું. પણ એ રાજ્યતંત્ર નૉર્થની મુખ્ય સત્તા દરમ્યાન રાજના આપખુદ વિચારે પ્રમાણે ચાલવા લાગ્યું અને તેમાં પ્રજાનું ખરું હિત સમાએલું નહોતું એટલે તે તંત્રથી પ્રજાને છેવટે નુકસાન થયું. એટલે અંશે નૉર્થને કારભાર બૉલિંગકનાં સૂત્રોથી વિરુદ્ધ કહી શકાય. બૉલિંગકનું કહેવું તે એમ હતું કે ટરિઓએ રાજાની આસપાસ ગોઠવાઈ જવું ને પછી પ્રજાને નામે ને પ્રજાહિતને માટે કારભાર કરો. આ સૂત્રની ખરી સિદ્ધિ નૉર્થના રાજીનામા પછી એટલે નાને પિટ જ્યારે મુખ્ય પદ ઉપર આવ્યો ત્યારે થઈ શકી. આવી રીતે એક પ્રકારે જ્યોર્જની આગેવાની નીચે ટરિ પક્ષનો નવો અવતાર થયો.
આ વખતે હિગ પક્ષમાં પણ નવું લોહી આવ્યું. જુની અમીરાતે દેશના કારભારને ઘણે બગાડી માર્યો હતો. રાજાએ તેમનાં હથિઆરે
muisse 24. They-Tories changed their idol but they preserved their idolatry.