________________
૨૫૮
રાખવાથી ઇંગ્લંડ વિના વિરાધે કૅનેડાનેા ભોગવટા કરી શકશે. થયું પણ તેમ. જેમ જેમ બ્રિટિશ દરિયાઈ બળ વધતું ગયું તેમ તેમ વેપાર પણ વધતા ગયા. પ્રજાને લડાઈનું ખર્ચ ભારે પડયું નહિ. પિટને કાંઈ લડાઈની ખાતર લડાઈ કરવી નહાતી; પ્રશિઆની તે ઈંગ્લંડની સહીસલામતી સચવાય એટલે લડાઈ બંધ કરવી, એમ તેનું માનવું હતું. પણ સ્પેનનાં તે ક્રાંસનાં બધાં સંસ્થાને તે તેમને બધા દેશાવરને વેપાર ઈંગ્લેંડ એકલું જ પચાવી પાડે એવી રાષ્ટ્રીય, પશુ સંકુચિત, મહત્ત્વાકાંક્ષાથી આખું યુરેપ પિટના સામું ખડું થઈ જાત અને અંગ્રેજોને ભારે મુશ્કેલીએમાં સંડેવાવું પડત. સુભાગ્યે, પિટ ઝાઝા વખત સુધી આવી અનિયંત્રિત સત્તા ઉપર ટકી રહ્યો નહિ. ઉપરાંત કૅનેડામાં ફ્રેંચ સત્તાને નાશ થયે એટલે પાસેનાં સંસ્થાનાના અંગ્રેજો ઉપરના ખરા દામ જતા રહ્યો અને છેવટે તેઓ સ્વતંત્ર થઈ શક્યાં. પિટ માટે જીત મેળવી આપનારા પ્રધાન (Organiser of Victory) થઈ ગયા, એ વાત ખરી છે; પણ તેની સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેના વખતમાં ફ્રેડરિક એકલા જ ઇંગ્લેંડના મિત્ર હતા તે પ્રશિઆના રાજ્યતંત્રમાં રાજા પેાતે જ બધી સત્તા હાથમાં રાખતા હતા. ઇંગ્લંડમાં પિટ અને પ્રશિઆમાં ફ્રેડરિક-એ અંતે કુલ સત્તા ભોગવતા હતા. કયાંય કાઈ સામે ખાસ ધ્યાનમાં રાખવા ચોગ્ય વિરોધ નહાતા. પિટના પહેલા કારભારની આટલી તે સરળતા તે લોકપ્રિયતા હતી.
સાત વર્ષના મહાવિગ્રહ, ઇ. સ. ૧૯૫૬ ૬૩.—પિટના ગુણદોષ અને તેને કારભાર, એ આપણે ઉપર તપાસ્યા. હવે સાત વર્ષના વિગ્રહ ઉપર આપણે આવીએ. આ વિગ્રહ યુરોપ, અમેરિકા, હિંદુસ્તાન, અને આફ્રિકા, એ ચાર ઠેકાણે ચાલ્યા હતા. તેથી દરેક ભાગ આપણે એક સાથે અહીં ટૂંકામાં જોઇ જઈશું અને પછી વિગ્રહના અંત આવ્યા તે જોઈશું. * Commerce was made to flourish by War."
બર્કના કહેવા મુજબ-Under him for the first time administration and popularity were united.