SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ આપવામાં આવ્યાં. ઓગણીસમી સદીમાં “ન્ડિંગ” લોકો “લિબરલ” કહેવાયા, તે “ટારિ” “ન્ફ્રાન્ઝર્વેટિવ” કહેવાયા. આપખુદ ચાર્લ્સ, ઇ. સ. ૧૬૮૧–૮૫.—કસની પાલમેંટને રજા આપ્યા પછી ચાર્લ્સે મરજી મુજબ કારભાર કરવા માંડયા. હવે પેોપિશ પ્લાટનું મોટું ધતીંગ ખુલ્લું પડી ગયું હતું. લ્ડિંગ લોકોએ જેઈમ્સના વંશાનુગત હકને કાઢી નાખવા તે મન્મથને ગાદી આપવા તનતાડ પ્રયાસ કર્યો, તેથી લોકોને ખીજા ખુનખાર આંતરવિગ્રહને ડર લાગવા માંડયો. તે હવે રાજાની દયા ખાવા લાગ્યા. રાજાએ ચર્ચા ને લૂઈ ના આશરા લીધે, પોતાના શત્રુઓને કનડ્યા, તે જેઈમ્સના હકને કાયમ રાખ્યો. તેણે લંડનનાં ને ખીજાં શહેરાનાં સ્થાનિક સ્વરાજ્યને તેાડી પાડયું; ડિસેંટરેને જેલમાં પૂરવામાં આવ્યાં. ઇ. સ. ૧૬૮૩માં કેટલાક તાકાની ન્ડિંગાએ રાજાને તે તેના ભાઈ તે રાઇહાઉસ પાસે પકડવાનું કાવતરૂં કર્યું પણ તે પકડાઈ ગયા. રસલને તે સિગ્નિને રાજદ્રોહના ગુન્હા સબમે ફ્રાંસી દેવામાં આવી. રૉફ્ટસમિર ઉપર કામ ચલાવવામાં આવ્યું; તે હાલંડ નાસી ગયો ને ત્યાં મરી ગયો. ચાર્લ્સ પેતે ઇ. સ. ૧૯૮૫ના ફેબ્રુઆરિની પાંચમી તારીખે મરી ગયા. જિંદગીભર પેાતે રેશમન કૅથાલિક પંથના હતા એમ તે મરતી વેળા તે પંથના એક પાદરીની આગળ કબૂલ કરતા ગયા. ચાર્લ્સ સ્થાપત્યને ને લલિત કળાને ઉત્તેજન આપ્યું. તેની રાણી મુંબઅને ટાપુ કરિઆવરમાં લાવી. તાંજીરમાં સત્તા સ્થાપી ભૂમધ્ય સમુદ્રમાં ઈંગ્લંડને પ્રબળ કરવા તેણે પોતાના અમલનાં પ્રથમ વર્ષોમાં સારી મહેનત લીધી. તેણે અમેરિકામાં કૅરાલિનાનું સંસ્થાન વસાવ્યું, ન્યૂ જર્સી (Jersey), ન્યૂ યાર્ક, પેન્સિ લવેનિઆ, તે ડિલાવર (Delaware)નાં સંસ્થાને પણ તેના વખતમાં વસ્યાં. લંડનમાં ભયંકર પ્લેગ ને મેટી આગ, ઇ. સ. ૧૬૬૫-૬૬ઇ. સ. ૧૬૬ પના જીનથી ડિસેંબર દરમ્યાન લંડનમાં પ્લેગથી હજારા માણસા મરી ગયાં. ઇ. સ. ૧૬૬૬ના સપ્ટેંબરની બીજીથી તે સાતમી તારીખ સુધી લંડનમાં જબરદસ્ત આગ લાગી તે તેથી રુ જેટલાં મકાન જમીનદોસ્ત થઈ ગયાં.
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy