________________
૧૫૮ - ઉચિત લાગ્યું નહિ. તેથી તેઓએ દરેક પરગણાના ગ્રિગેશન અથવા સંઘ
મારફત પિતાના મનમાનતા માણસને એકઠા કર્યા ને એવી રીતે ઈગ્લેંડમાંથી (૧૨૪, લંડમાંથી ૫, ને આયર્લંડમાંથી ૬, એમ કુલ ૧૪૦ માણસેની એક પાર્લમેંટ બેલાવી. આ નાની અથવા બૅરબેનની પાર્લમેંટ કહેવાય છે. બૅરબેન લંડનને ચામડાને વેપારી હતા. આ પાર્લમેટે ૩૫ જણાઓનું મંત્રિમંડળ નીમ્યું ને કેટલાક સારા સુધારાઓ પસાર કર્યા. પણ લશ્કર ને પ્રજા બને એની વિરુદ્ધ હતાં. લશ્કરને એક હથ્થુ સત્તા જોઈતી હતી; પ્રજાને ખરી પાર્લમેટ જોઈતી હતી. આ કારણથી ડિસેંબર માસમાં આ પાર્લમેટે પિતે પિતાની મેળે જ રજા લીધી. જે સભાસદો રજા લેવા ખુશ નહેતા તેઓને Goffe–ગાફ ને હાઈટ નામના લશ્કરી અમલદારોએ - સભાગૃહમાં દાખલ થઈ કાઢી મૂક્યા.
રાજ્યવહીવટને મુત્સદ્દો (Instrument of Government).-પાર્લમેટ ખલાસ થઈ એટલે લબર્ટી ને તેના મિત્રએ એક બીજી • વ્યવસ્થા ઉભી કરી. રાજ્યની તમામ વહીવટી સત્તા એક માણસ Lord Protector સંરક્ષકને આપવી; ૨૧ માણસનું મંત્રિમંડળ તેને સલાહ આપે; પાર્લમેટમાં ૪૦૦ અંગ્રેજો, ૩૦ આઇરિશે ને ૩૦ સ્કોટ લોકો દર -ત્રણ વર્ષે નવા ચુંટણીના ધેરણ ઉપર ચુંટાય; ધર્મની બાબતમાં રોમન કેથોલિકો સિવાય તમામ ખ્રિસ્તીઓને ગમે તે પંથ પ્રમાણે રહેવાની છૂટ રહેવી જોઈએ-આ મુત્સદ્દાના મુખ્ય મુદ્દાઓ હતા. એ અનુસાર ડિસેમ્બરની ૧૬મી તારીખે કૅમવેલ જિંદગીભર લોર્ડ પ્રેકટરની જગ્યા ઉપર આવ્યા.
પ્રકરણ ૧૦મું મહેલને રાજ્યદંડ, ઈ. સ. ૧૬૫૪-૫૮ ઐલિવર કૅમલ, ઈ. સ. ૧૫૬૯-૧૬પ૩–ઍલિવર ક્રોમવેલને જન્મ ઈ. સ. ૧૫૮માં હંટિંગઠન નામના ગામમાં થયો હતો ને આઠમા હેનરિના સલાહકાર ટોમસ કૅમલની બેનને તે વંશજ હતે.
અત્યાર સુધી તે Unofficial Dictator હાહવે તે Official Dictator થયો.