________________
૧૫ર
ચાર્લ્સને શિરચ્છેદ ગેરવ્યાજબી ને ગેરકાયદેસર હતું. એ અપકૃત્યથી પાર્લમેટને કઈ સત્તા કે સ્વતંત્રતા મળી નહિ; ઉલટું, દેશમાં અગિઆર વર્ષ માટે લશ્કરી અમલ ચાલુ રહ્યા. સત્તરમા સૈકાના ઇંગ્લડન લેકે જવાબદાર રાજ્યતંત્ર માટે, ધર્મસહિષતા માટે, કે સર્વસામાન્ય મતાધિકાર માટે, બીલકુલ લાયક નહતા અને તેવું રાજ્યતંત્ર તેઓ માગતા પણ નહતા. સ્પિના આગેવાને પિતાના જમાનાથી ઘણા આગળ વધી ગયા હતા. ચાટ્સના ધર્મ સંબંધી વિચારે ઇંગ્લંડમાં મોટા ભાગને અનુકૂળ આવે એવા હતા. લડાઈમાં ચાર્લ્સને ઈગ્લેંડના લોકોનું અનુમંદન હતું. ઇંગ્લંડના તમામ લોકો તેને શિરચ્છેદથી વિરુદ્ધ હતા. એ કૃત્યથી ક્રોમવેલે, આયર્ટને ને તેના પક્ષકાએ ઇંગ્લંડમાં જવાબદાર રાજ્યતંત્રની ને ધર્મસહિષ્ણુ થવાના વિચારની
સ્થાપનાને બે સૈકાઓ સુધી ઢીલમાં નાખી. ચાર્લ્સ પતે શિરચ્છેદ વખતે જે શબ્દો બોલ્યો તે શબે ખરેખર તે જમાનાને માટે અક્ષરેઅક્ષર સાચા હતા. એ વખતે પાર્લમેટને રાજાની સંમતિથી ધારા ઘડવાની ને કર નાખવાની સત્તા હતી; સમસ્ત રાજ્યને વહીવટ ચલાવવાની, કાયદાઓને અમલ કરવાની, કાયદાઓ પ્રમાણે ન્યાય કરવાની કે અમલદારને ને પ્રધાને નીમવાની સત્તા નહતી. એ સત્તા ખરી રીતે તાજની હતી. અત્યારે તાજની આ સત્તાને અમલ પાર્લમેંટના મુખ્ય આગેવાને તાજને નામે કરે છે તેથી તાજ ને પલટ વચ્ચે એકમત રહી શકે છે. પણ આવું જવાબદાર રાજ્યતંત્ર તે વખતના લોકોને પરિચિત નહતું.
*For the people truly I desire their liberty and freedom as much as anybody whoso?ver, but I must tell you that their liberty and their freedom consists in having of Government those Inws by which their life and their goods may be most their own. It is not för baving share in Government, sirs, that is nothing pertaining to them; a subject and a sovereign are cran different things, and therefore until you do that, i mean that you do put the people in that liberty as, I say, certainly they will never enjoy themselves.