________________
૧૪૭
રિકી રાખે, એટલે લંડન બચી ગયું. આવી રીતે રાજાનું બળ વધતું જતું હતું તે પાર્લમેટે જોયું, ત્યારે તેના સભાસદેએ સ્કેલેંડના આગેવાનો સાથે ઘણી મસલત પછી એક કરાર કર્યો. તે કરારથી પાર્લમેંટને ટ લેકની લશ્કરી મદદ મળી શકી, પણ તેના સભાસદેએ ઇંગ્લંડમાં ને આયર્લંડમાં લંડન પ્રેઅિટેરિઅન–કાવન પંથ દાખલ કરવાનું ને તે સાથે રાજાની કાયદેસર સત્તાઓને કાયમ રાખવાનું વચન આપ્યું. આ કરાર Solemn League and Covenant કહેવાય છે. આ અરસામાં પાર્લમેંટને મુખ્ય નાયક પિમ મરી ગયે, ઈ. સ. ૧૬૪૩.
બીજે વિભાગ–ઈ. સ. ૧૬૪૪-૧૬૪૬. હૈમ્પડનને પિમ ગયા, ઑલંડ સાથે તદન નવો ને ભવિષ્યમાં ન પાળી શકાય તે કરાર કરવામાં આવ્ય; વળો કૅમલ જેવા બાહોશ અમલદારની આગેવાની નીચે નવાં લશ્કરે નવી તાલીમ લઈને તૈયાર થયાં. એટલે વિગ્રહને રંગ પણ બદલાઈ ગયો ને તે સાથે યુદ્ધના મુખ્ય લક્ષ્ય રૂપે પણ ફરી ગયું. સેંટ જ્હોન (St. John), વેઈન, (Vane), ક્રોમવેલ, વગેરે હવે મેખરે આવ્યા. તેઓ મહાજનસત્તાવાદ (Republicanism) ના પક્ષપાતીઓ હતા ને ધર્મની બાબતમાં તેઓ ટુરિટનેને જ ખાસ પક્ષ કરવાની વિરુદ્ધ હતા–ધર્મની બાબતમાં તેઓ ઘણા ઉદાર વિચાર ધરાવતા હતા.
ઓંલંડથી અર્લ વુ લેવન ૨૧,૦૦૦ માણસ સાથે યૌર્ક તરફ ધસી આવ્યું તેથી રાજાને પક્ષ તે દિશામાં ઘણે નબળા થઈ ગયો. દક્ષિણમાં રાજાના માણસે ચેરિટન આગળ હારી ગયા એટલે તે દિશામાં પણ તેનું બળ ઓછું થઈ ગયું. પણ હજુ ઓકસફર્ડ પાસે રાજા બળવાન હતું ને બૅનબરિ પાસે પાર્લમેંટનું લશ્કર હારી પણ ગયું હતું. પણ ઇ. સ. ૧૬૪૪માં કૅમલની બહેશથી પાલર્મટના લશ્કરે રુપના લશ્કરને માર્ટન મૂર (Marston Moor) પાસે સખ્ત હાર ખવરાવી ને ચેંકે પણ પડયું એટલે ઉત્તરમાં રાજાને હવેથી કશી મદદ મળી શકશે નહિ એમ ચેકકસ થઈ ગયું. નૈઋત્યમાં ખુદ રાજાએ Lost withi-લસ્ટવિથીલ પાસે પાર્લમેંટના લશ્કરને સખ્ત હાર આપી; ન્યુબેરિ પાસે પણ રાજાને પાર્લમેંટ હરાવી શકી નહિ. આવી રીતે ઉત્તર ને પૂર્વ સિવાય બાકીના ભાગમાં હજુ ચાર્લ્સ કાંઈ છે ઉતરે એમ નહોતે.