________________
ખાસ અગત્ય છે, કારણ કે આપણા રાજ્યતંત્રમાં તેમના જ હાથ છે. યુરોપના ખીજા દેશો કરતાં ઈંગ્લંડની સાથે આપણે ધણા નિકટ સંબંધમાં આવ્યા છીએ તે હજુ પણ છીએ. તે લોકોને ઇતિહાસ આપણે જેટલી સહેલાઈથી વાંચી તે સમજી શકશું તેટલી સહેલાઈથી અત્યારે આપણે ખીજા કાઈ પણુ દેશના ઇતિહાસ વાંચી કે સમજી શકશું નહિ. આપણે હવે નાનપણથી જ અંગ્રેજી ભાષા વાંચી તે સમજી શકીએ છીએ. ઈંગ્લંડે આખી દુનિયામાં પોતાનું રાજ્ય ને પોતાના વેપાર એવી સુંદર રીતે અત્યારે જમાવ્યાં છે, કે આપણા દેશમાં તેમનું રાજ્ય ન હોત તેપણુ આપણે તે દેશના ઇતિહાસ વાંચવા લલચાત. ઈંગ્લેંડના ઇતિહાસ કાંઈ પૃથ્વીના ખુણામાં આવેલા એક અજાણ્યા દેશને ઇતિહાસ નથી. રાજ્યવહીવટમાં, અર્થશાસ્ત્રમાં, સાહિત્યમાં તે સ્વતંત્રતાની લડતમાં ઈંગ્લેંડના ઇતિહાસના વાચનથી હરકોઈ માણુસને ઉત્તમ ધ મળી શકશે. ઈંગ્લંડે આખા યુરોપને રાજ્યતંત્રના તે સ્વતંત્રતાના પાઠો શીખવ્યા છે. ઇંગ્લંડની પાર્લમેંટનું અનુકરણુ ખીજાં તમામ રાજ્યાએ કર્યું છે. આ કારણથી પણ આપણે ઇંગ્લેંડના તિહાસ સમજવા જોઈ એ. સ્વતંત્રતા, આત્મભાગ, રાજ્યવહીવટની કળા, વેપારની વૃદ્ધિ વગેરે માટે આપણે
ઈ પણ ઉપાયેા લેવા જોઈ એ, અને તે માટે ઈંગ્લેંડ પાસેથી આપણે ઘણુ શીખીએ તેમ છે. વળી છેલ્લાં બસે વર્ષથી ઈંગ્લંડ યુરેપમાં મુખ્ય ગણાતું આવ્યું છે, તે છેલ્લાં સે વર્ષથી તે તે આખી પૃથ્વી ઉપર એક પહેલી પંકિતનું રાજ્ય ગણાય છે.
ઈંગ્લેંડના હમણાંને ઈતિહાસ એટલે બીજાં રાજ્યોના પરસ્પર સંબંધના ઇતિહાસને ટુંકા સાર, એમ કહેતાં જરાય ખાટું નહિ કહેવાય. વળી ઈંગ્લેંડના છેલ્લાં ખસા વર્ષને ઇતિહાસ, એટલે યુરોપનાં રાજ્યાના પરસ્પર વ્યવહારના તિહાસના ટૂંકા સાર એમ કહીએ તે ખોટું કહેવાશે નહિ. આ કારણુથી પણ આપણે ઈંગ્લંડના ઇતિહાસનું વાચન અવશ્ય રાખવું જોઈ એ. એ તિહાસની હકીકતા જાણવાથી આપણે “એક પંથ ને દે કાજ” નહિ,. પણ એક પંથ તે અનેક કાર્યો સાધશું-આપણે ઇંગ્લેંડના ઇતિહાસ જોઈશું એટલું જ નહિ, પણ સાથે સાથે ઘણી વાર આપણે યુરોપનાં રાજ્યના પ