________________
|
|
|
બ્રિટિશ લોકોનો ઇતિહાસ ખંડ ૧લો. ઇ. સ. ૧૪૮૫ સુધી
પ્રકરણ ૧લું
પ્રસ્તાવના . બ્રિટિશ ઇતિહાસ–સુરેપની પશ્ચિમ દિશામાં વાયવ્ય કોણમાં આવેલા અને દરિયાથી તે ખંડથી એકદમ જુદા પડતા જુદા જુદા ટાપુઓની હારને બ્રિટિશ ટાપુઓ કહેવામાં આવે છે. એ ટાપુઓમાં ગ્રેટ બ્રિટન (Great Britain) અથવા ઈગ્લેંડ, લંડ, ને આયર્લડ મુખ્ય છે. ઇંગ્લંડના લોકોને ઈતિહાસ અંગ્રેજોને ઈતિહાસ કહેવાય છે, જો કે કેટલાક વખત થયાં આ ઇતિહાસમાં ડૅલંડ ને આયર્લંડના લોકોના ઈતિહાસને પણ સમાવેશ કરવામાં આવે છે. અત્યારે તે અંગ્રેજ લોકોને ઈતિહાસ એટલે ઈગ્લંડ, સ્કૉલંડ ને આયર્લંડના લોકોને ઇતિહાસ ગણાય છે. એ લેકે છેલ્લાં બે વર્ષ દરમ્યાન દુનિયાના જુદા જુદા ભાગે ઉપર પિતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે તેથી તેમના ઈતિહાસમાં તેમની આ પ્રવૃત્તિઓનું વર્ણન પણ આવી જવું જોઈએ. એ ઉપરાંત, તેમની ધાર્મિક, આર્થિક, ને સામાજિક પ્રવૃત્તિઓને વિચાર પણ આપણે આ પુસ્તકમાં છેડે અંશે કરીશું.
બ્રિટિશ ઈતિહાસ શીખવાનું પ્રયોજન–વિદ્યાર્થી અને વાચક એકદમ પૂછશે કે યુરોપના ખુણામાં આવેલા એક નાના દેશના લોકોને ઈતિહાસ વાંચી હિંદુસ્તાન દેશનાં બાળકો શું કરશે ? આ સવાલ બરાબર છે અને તેને જવાબ આપવાની ખાસ જરૂર છે. આપણે ઈગ્લેંડને ને તેની પ્રજાને ઇતિહાસ ખરેખર સમજવો જોઈએ. પહેલું કારણ તે ચોખ્ખું છે. આપણે ત્યાં અત્યારે અંગ્રેજ સરકારનું રાજ્ય ચાલે છે. અંગ્રેજોને ઈતિહાસ, તેમના રિવાજે,ને તે પ્રજાનાં જુદાં જુદાં લક્ષણે આપણે જાણવાની