________________
૧૧૯
ખંડ ૩જો. સ્ટુઅર્ટે વંશ પ્રકરણ ૭ મું
પહેલા જેઈમ્સ, ઇ. સ. ૧૬૦૩-૨૫
સ્ટુઅર્ટ વંશના અમલની ઉપયોગિતા.—સ્ટુઅર્ટે વંશના અમલની ઉપયોગિતા ખાસ નોંધવા જેવી છે. જ્યારે યુરેાપની તમામ પ્રજા ઉપર અનિયંત્રિત રાજ્યતંત્ર ચાલતું હતું, ત્યારે ઈંગ્લેંડમાં રાજા અને પ્રજા વચ્ચે પ્રચંડ તકરારા થઈ અને તે દેશના લેાકાએ મહાજનસત્તાક રાજ્ય સ્થાપી સ્વતંત્રતાની લડતમાં યુરોપમાં પ્રથમ ભાગ લીધા. યુરેાપની પ્રજાઓના માટે ભાગ સ્વતંત્રતા ”નું નામ પણ લગભગ ભૂલી ગયા હતા. આ વખતમાં ઇંગ્લેંડનું નાકાબળ પ્રસિદ્ધિમાં આવ્યું. તે દેશે દરિયાપાર સંસ્થા વસાવ્યાં. ઈંગ્લેંડનું લડાયક બળ પણ હવે વધારે ધારણસર થતું ગયું. લોકોની આર્થિક સ્થિતિ સુધરી. અંગ્રેજી વાય સર્વદેશીય થયું. યુરોપનાં રાજ્યો આ વખતે ત્રીસ વર્ષના ધાર્મિક વિગ્રહમાં ઉતર્યાં. એ વિઞથી ઈંગ્લંડ અલગ રહ્યું તેથી ત્યાંના લોકો પ્રજાસત્તાક રાજ્યતંત્રને પ્રયાગ કરી શકયા. ક્રમવેલના વખતમાં ઇંગ્લેંડનું મહત્ત્વ યુરાપમાં વધ્યું. તેના મરણ પછી તે મહત્ત્વ ઘણું ઘટી ગયું; તેપણુ ઇ. સ. ૧૬૮૮માં ઈંગ્લંડે પાછું યુરેપની પરસ્પર ખટપટામાં દરમ્યાન થવા માંડયું. એ વખતે માલબરોએ ઈંગ્લેંડના લશ્કરને મોટા વિજય અપાવ્યો એટલે ક્રીથી યુરાપનાં રાજ્યાના દરબારમાં તેનું વજન વધ્યું. લોકેાના સામાજિક જીવનમાં પણ ઘણા ફેરફારો થયા. કેળવણી વધી. વિજ્ઞાન–સાયન્સ-ને અભ્યાસ થવા માંડયા. રાજકીય પક્ષા ઉભા થયા. (રાજ્ય) નીતિશાસ્ત્ર ને આંતરરાષ્ટ્રીય કાયદા (Politics ને International Law)ને ઉદય થયા. રાજા અને પ્રજાના પરસ્પર સંબંધા ઉપર હવે ઊહાપોહ થવા લાગ્યો. ઈંગ્લંડ ને સ્કોટ્લે એક થયાં. જુની અમીરાત નાશ પામી હતી; નવી અમીરાતમાં દરરોજ નવા માણસાને દાખલ કરવામાં આવના.