________________
-દસ વર્ષ સુધી તેણે વિના વિરેધે કામ કર્યું એ જ તેની શક્તિ બતાવી આપે છે. તેના કારભારમાં ઇંગ્લંડની નવી અમીરાત ઉભી થઈ. તે ઇટલિના પ્રસિદ્ધ રાજ્યનીતિશાસ્ત્રના લેખક Machiavelli-મૅકિઆવેલીને અભ્યાસી હતે. ઘણું નિરપરાધી માણસને કોર્ટમાં કામ ચલાવ્યા વગર ને રીબાવીને તેણે વધ કરાવ્યો તે તેના દસ વર્ષ કારભારનું ન ભૂંસાય તેવું કલંક છે. પણ એટલું યાદ રાખવું જોઈએ કે આ ક્રૂર કલંક તેણે પિતાના સ્વાર્થ માટે નહિ, પણ પિતે કપેલા રાજ્યના કલ્યાણ માટે પિતાના ઉપર હેરી લીધું હતું.
આપખુદ કારભાર, ઇ. સ. ૧૫૪૦-૪૭–ક્રોવેલના મરણ પછી હેનરિએ રાજ્યને કારભાર પિતાના શિર ઉપર લઈ લીધે. ઈ. સ. ૧૫૪રમાં સર ટોમસ હાર્ટને (Wharton) સ્કર્લંડના રાજા જેઈમ્સને સેલ્વે માસ (Solway Moss) પાસે સખ્ત હાર ખવરાવી. રાજા જેઈમ્સ પિતે તુરત એક વર્ષની પુત્રી મૂકી મરી ગયે. હેન રિને બંને રાજ્ય જોડી દેવાં હતાં પણ સ્કલંડના લેકે વિરુદ્ધ હતા, એટલે તે ફાવ્યો નહિ. ઈ. સ. ૧૫૪૩ માં હેન રિએ ક્રાંસ સામે લડાઈ જાહેર કરી, પણ એપરર ચાર્લ્સ દસ્તીમાંથી છટકી ગયો એટલે હેન રિએ લડાઈ બંધ કરી, ઇ. સ. ૧૫૪૭. -પિતે સ્થાપેલા ચર્ચની વ્યવસ્થા જાળવવા માટે તેણે ઘણા અનુભવી, ને પરિચિત અમીરને ને બીજ નિર્દોષ માણસને જીવતાં બાળી નાખવાને અથવા વધ કરવાને હુકમ આપ્યું. છેવટે તે પોતે ઈ. સ. ૧૫૪૭ ના જાનેવારિ માસમાં મરી ગયે.
હેનરિને અમલ –હેન રિ ક્રૂર, લેબી, કપટી ને દંભી હતી; પણ તેનામાં રાજ્ય કરવાની યોગ્યતા સારા પ્રમાણમાં હતી. પિતાનું કર્તવ્ય તે સારી રીતે સમજતો. રાજ્યની તમામ જરૂરીઆતની તેને સારી માહિતી ' હતી. તેણે પોતાની પ્રજામાં અભિમાન ઉત્પન્ન કર્યું. આયર્લડ ઉપર તેણે - ઇંગ્લંડના તાજની ખરી સત્તા જાહેર કરી. અત્યાર સુધી ઈંગ્લંડના રાજાઓ તે
દેશના Lords-જાગીરદારે કહેવાતા; હવે તેઓ રાજા કહેવાયા. હેન રિએ - ઈગ્લડના બંદરના રક્ષણની ને નૌકાસૈન્યની શરૂઆત કરી. તેણે નવી દુનિયાની