________________
પ્રસ્તાવના
ગુજરાત વર્નાકયુલર સેસાઈટિની આજ્ઞાથી રમેશચન્દ્ર દત્તકૃત “The Economic History of India, અને India in the Victorian Age એ બે પ્રમાણભૂત ગ્રન્થને આધારે આ (બ્રિટિશ હિન્દુસ્તાનને આર્થિક ઇતિહાસ) લખાયેલું છે. આપણું ભાષામાં આ વિષયની માહિતી માટે બીજાં સાધનને અભાવે ઉક્તગ્રન્થના સાદ્ધારમાત્રથી વાંચનારની જિજ્ઞાસા તૃપ્ત નહિ થાય એમ લાગવાથી, તેમ મૂળ ગ્રન્થ અને ગ્રન્થકારના અપાર શૈરવને પણ
ગ્ય ખ્યાલ નહિ આપી શકાય એમ સમજાયાથી, મૂળ ગ્રન્થને ગુજરાતી ભાષામાં બનતા સુધી યથાસ્થિત ઉતારવાને જ યત્ન કર્યો છે, અને આ લેખકને ખાત્રી છે કે તેથી આ ગ્રન્થની ઉપયોગિતામાં વૃદ્ધિ થશે.
હાઈકોર્ટ મુંબાઈ
નવેમ્બર ૧૯૦૯
ઉત્તમલાલ કે. ત્રિવેદી,