________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૫
૨. લાર્ડ કલાઇવ અને તે પછીના ગવર્નરે. ૧૭૬૫ના વર્ષથી હિંદુસ્તાનના ઈતિહાસમાં એક નવા યુગને આરંભ થાય છે. આ વર્ષમાં લોર્ડ કલાઇવ ત્રીજીવાર હિંદમાં આવ્યો અને મોઘલ બાદશાહ પાસે કમ્પનીની બંગાળાના દિવાન તરીકે નીમણુંક કરાવી. મોઘલ બાદશાહ કંઈ વાસ્તવિક સત્તા ધરાવતા નહોતા પણ હજી તે હિંદના ઈલકાબી બાદશાહ હતા અને એમના પટાથી ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને આ દેશમાં કાયદેસર સ્થિતિ મળી.
લોર્ડ કલાઈવને બહુ મુશ્કેલ કામ કરવાનું હતું. કમ્પનીને વહીવટ બગડી ગયો હતો, તેના નોકરો રૂશ્વતખોર હતા, અને રૈયત ઉપર જુલમ થતો હતો. થોડા વખતના અરસામાં આ બધું સુધારવાનું કામ કલાઈવને કરવાનું હતું. આના સંબંધમાં ૧૭૬૫ ના સપ્ટેમ્બરની ત્રીસમી તારીખે કલાઈ કમ્પનીના કાર્યાધ્યક્ષોને એક પત્ર લખ્યો છે તે હિંદના વહીવટને સંબંધમાં પ્રસિદ્ધ થયેલા પત્રમાં બહુ ધ્યાન આપવા લાયક પત્ર છે. લખે છે કે
ર મારા આવ્યા પછી મને માલુમ પડયું કે અહીને આપને વહીવટ એ તે વિપરીત થઈ ગયો છે કે સ્વાર્થની ધૂનમાં કર્તવ્ય અને પ્રતિષ્ઠાની બુદ્ધિ ખોઈ ન બેઠા હોય એવા કોઈ પણ માણસો તેનાથી ચમક્યા વિના રહે નહિ. ઘણાઓના હાથમાં એકદમ લક્ષ્મી આવી ગયાથી દરેક પ્રકારને મોજશોખ દાખલ થયો છે અને તે પણ હદ બહારનો. આખા ઇલાકામાં દરેક ખાતાના માણસોમાં આ બદીઓ લગોલગ જોવામાં આવે છે. તાબાના દરેક અધિકારીને પૈસો મેળવવાનું મન થાય છે, તે એટલા માટે કે એની અને ઉપરી અને મલદારની વચ્ચે પૈસાની ન્યૂનતાને લીધે જે અંતર રહ્યું છે તે અંતર મટી જાય, અને પોતે પણ એટલેજ રૂઆબ ધારણ કરી શકે.”
આપના નોકરો પોતાની ભવૃતિને સંતુષ્ટ કરવાનાં જે સાધનો મળી જાય તેને લાભ લે અથવા આપની સત્તાના જોરથી સાદી રૂશ્વતથી ભૂખ ન