________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૩
આ પુસ્તકમાં કમ્પનીનાં લશ્કરી પરાક્રમનો હેવાલ આપવાનો હેતુ નથી. સને ૧૭૬૩ માં મીરકાસમ સાથે જે લડાઈ થઈ તેના પરિણામ બાબત પહેલેથી જ કાંઈ શંકા નહતી.
મંગાળા
મીકાસમ ઈગ્રેજ સામે બંગાળાના કોઈપણ રાજાના કરતાં વધારે સારી રીતે લડો, પણ ઘેરીયા અને ઉનાળા આગળ તેણે હાર ખાધી. ક્રોધના આવેશમાં પટના આગળ કેદ કરેલા ઈગ્રેજ કેદીઓને તેણે કતલ કરવાને હુકમ આપે અને પછી પોતાનું રાજ્ય હમેશને માટે છેડી ચાલતા થ. ઘરડે મીરજાફર જેને ૧૭૬૦ માં રાજ્યમાંથી ખસેડવ્યો હતો તેને અંગ્રેજો ફરીથી નવાબ બનાવ્યો; પણ એ થોડે કાળે મરી ગયો, અને એના અનરસ પુત્ર નામ-ઉદ્-દૌલાને ૧૭૬૫ માં તાબડતોબ નવાબ બનાવી દીધું.
નવા નવાબને ગાદીએ બેસાડવાના દરેક પ્રસંગે આપણું આ પ્રાચીન ક૫વૃક્ષને ખંખેરવાની તક લેવામાં આવતી હતી. પ્લાસીના યુદ્ધ પછી ૧૭પ૭ માં જ્યારે મીરજાફરને નવાબ બનાવ્યો ત્યારે બ્રિટિશ અમલદારે અને બ્રિટિશ સૈન્યને ૧,૨૩૮, ૫૭૫ પાઉંડ મળ્યા હતા, જેમાંથી કલાઈવે ૩૧૫૦૦ પાઉંડ લીધાનું કબુલ કર્યું હતું અને તે સિવાય તેણે બંગાળામાં મટી જાગીર લીધી હતી. ૧૭૬૦ માં મીરકાસમને નવાબ બનાવ્યા ત્યારે બ્રિટિશ અમલદાને ૨,૦૦,૨૬૮ પાઉંડ મળ્યા હતા, આમાંથી ૫૮,૩૩૩ પાઉંડ ખુદ વાસિટાર્ટને મળ્યા. જ્યારે ૧૭૬૩ માં મીરજાફરને બીજીવાર નવાબ બનાવવામાં આવ્યું ત્યારે ૫,૦૦,૧૬૫ પાઉંડ જેટલી રકમ વહેંચાઈ હતી. અને હવે જયારે ૧૭૬૫ માં નાજીમુદ્દૌલાને નવાબ બનાવ્યો ત્યારે ૨,૩૦, ૩૫૬ પાઉંડ પિશાકમાં વહેં. આ પ્રમાણે પોશાક તરીકે મળેલી રકમ સિવાય બીજી પણ ૩,૭૦,૮૩૩ પાઉંડની રકમ જુદે જુદે પ્રસંગે લેવામાં આવી હતી. આ બધી રકમને સરવાળે ૫૯,૪૦,૪૮૮, પાઉંડ થવા જાય છે.