________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૩૧ આવવા દીધા નહિ. માત્ર વાન્સિટાર્ટ અને હેસ્ટિંગ્સ આના અપવાદ હતા અને તે માટે એમને ઘણું માન ઘટે છે.”
વાન્સિસ્ટાર્ટ અને હેસ્ટિંગ્સ પોતાના મતભેદની અણીદાર નેધ કરી; એક સ્થળે લખ્યું છે કે, “ કે, તમામ વેપાર આપણે આપણું હાથમાં જ રાખવા અને આપણે આપણા બધા લોકોને મી પેદા કરવામાં કામે લગાહવા, અને જમીનમાં પેદા થાય તે ચીજે ચીજ આપણે લેવી, એવો ઠરાવ કરે એમાં આપણે સ્વાર્થ હશે; પણ આ મુલકના બધા વેપારીઓને વેપાર કરવાનાં સાધનો વિનાના કરી મૂકવાના આપણે પ્રયત્નમાં નવાબ આપણી “શામિલગિરી કરશે એ ધારવા જેવું નથી.” આ શબ્દ આ પ્રકરણમાં શાં શાં પરિણામો સમાયેલાં હતાં તેનો ખરો ખ્યાલ આપે છે. કમ્પનીના કરે, પિતાને માટે ખાનગી સમૃદ્ધિ ભેળી કરવાના હેતુથી, એક સંપત્તિ વાળા અને સુધરેલા દેશના વતનીઓ પાસેથી, પૃથ્વી ઉપરની બધી સુધરેલી પ્રજા નિઃશંક રીતે ભગવે છે એવા, નિરંકુશ ખેતી અને નિરંકુશ વાણિજ્યના હકે, જે આ એક સારા અને નરસા રાજ્યતંત્રમાં પણ ભોગવતા હતા, તે હકો છીનવી લેવાની ઈચ્છા કરતા હતા. કમ્પનીના નોકરોને એક બે ચીજના વેપારને અનન્યાધિકાર જોઈને નહીં, પણ બધી ચીજોમાં પિતાના વેપાર અને સ્વદેશી વ્યાપારીઓના વેપારની વચ્ચે એ અંતર કરવા ઈચ્છતા હતા કે જેથી પરિણામે બંગાળાના લોકોના, માનવસમાજના સામાન્યમાં સામાન્ય હક, પણ નાબુદ થાય. પરદેશી વેપારીઓએ એક મોટા અને આબાદ દેશના તમામ વેપારને પિતાના હાથમાં લેવાનો આ સર્વદેશી દા હથિયારના બળથી કર્યાને એક પણ બીજો દાખલો ઈતિહાસમાં ભાગ્યે જ મળી આવશે. નવાબ મીરકાસમ આ દાવાની સામે થયો અને પરિણામમાં લડાઈ થઈ.
હેનિ વાન્સિટાર્ટ જે મીરકાસમના બંગાળાના રાજ્ય દરમીયાન (૧૭૬ - ૧૭૬૫ સુધી) કલકત્તાના ગવર્નર હતું તે આ પરિસ્થિતિના સંબંધમાં નીચે પ્રમાણે લખે છે