________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૮૩
ત્યારે જે આપણે હિંદુસ્તાન ઉપર માત્ર દેશીઓને માટે નહિ પણ આપણું પિતાના સ્વાર્થ સારૂ પણ રાજ્ય કર્યું છે અને કરીએ છીએ, તે તેના રાજ્ય વહિવટના ખર્ચમાં કંઈ ભાગ આપણે ન આપીએ તે પરમેશ્વર અને માનવ જાતિની નજરમાં આપણે ઠપકાને પાત્ર છીએ. જે બ્રિટિશ સ્વાર્થોની ગણતરીથી આપણું હિંદ સંબંધી રાજ્યનીતિ ઘડાઈ હોય તેના પ્રમાણમાં આપણે આપણે વાજબી હિસ્સો ન્યાયની રીતે આપ જોઈએ. પણ આ હિસ્સો આપણે કદી આપ્યું નથી, અને અત્યારે ઘણા વર્ષથી ચઢયે જતું એક મોટું કરજ આપણા સામું એકઠું થયું છે. ઇંગ્લાંડ સત્તાધીશ છે, હિંદુસ્તાન તેને પગે પડયું છે, અને સબળા પાસે નબળાનું કંઈ જોર ચાલે નહિ એ સ્વભાવિક છે.
હિંદુસ્તાનને જે જમા આપવી પડે છે તેની આર્થિક અસર ઉપર વિચાર કરીએ તે તે અત્યંત વાંધા ભરેલી છે એમ તરત સમજાશે. જે દેશમાંથી કર લેવામાં આવે તે દેશમાંજ તે કરો ઉપયોગ થાય એ એક જુદી વાત છે, અને તે કરને બીજા દેશમાં ઉપયોગ થાય એ જુદું છે. પહેલા પ્રસંગમાં લોકો પાસે ઉઘરાવેલાં નાણાં સરકારની નોકરીના માણસોના હાથમાં જાય છે, અને તેમના ખરચ ખુટણ દ્વારા તે નાણાં પાછાં ઉગી પ્રજાના હાથમાં આવે છે. તેમાં માત્ર માલિકીને ફેરફાર થાય છે, પણ સમગ્રતાએ પ્રજાને ગેરલાભ નથી; અને તેથી, સુધારામાં આગળ વધેલા દેશે કે જ્યાં યાંત્રિક યોજનાઓ અને કુદરતની શકિતઓના વિવેકી ઉપયોગથી દ્રવ્યત્પાદક શકિતમાં ઘણો વધારો થયેલ છે ત્યાં લોક ઉપર ભૂજ બોજાથી કરની ઘણી મોટી રકમ પેદા કરી શકાય છે. પણ જ્યાં જે દેશમાંથી કર લેવામાં આવ્યા હોય તે દેશ સિવાય બીજા દેશમાં તે કરતાં નાણાં ખર્ચાતાં હોય ત્યાં તે જુદે જ પ્રસંગ છે. ત્યાં અગાડી એક વર્ગની રૈયત પાસેથી રૈયતના બીજા વર્ગ પાસે નાણું જાય છે એમ નથી, પણ કર આપનાર દેશમાંથી કેટલું નાણું કેવળ