________________
પ્રકરણ ૮ મું.
-
~
રહે છે. આ સરકાર હક નિયત છે, પણ મરાઠા રાજ્ય તેના ઉપર બીજા એટલા બજા મુક્યા છે કે જેથી આ લાભ હવે નામનો જ રહ્યા છે. છતાં આનાથી તેમની મીલકતની કિમત ઘટી નથી. જોકે સરકારે જમીન જપ્ત કરવાના હકનો અમલ કરીને તેમની પાસેથી નાણાં લેવામાં બાકી રાખી નથી અને ઘણા મિરાઝદારોને બીજાની વતી નાણાં આપવાં પડ્યાં છે તો પણ તેમની મીલકત વેચાણ થઈ શકી છે, અને તે દશ વર્ષની ઉપજ જેટલી કિમતે,
મહારાષ્ટ્રમાં એક એવો અભિપ્રાય ફેલાયો છે કે પ્રાચીન હિંદુરાજ્યમાં તમામ જમીન મિરાઝદરોના હાથમાંજ હતી અને જ્યારે જૂના માલકા મુસલેમાનના જુલમ નીચે આવ્યા ત્યારે ઉશ્રી દાખલ થઈ હતી. આ વાતને આટલાથી ટેકો મળે છે કે ઉઠીથી ખેડાતાં ઘણાં ખેતરો ગેરહાજર માલીકોનાં નામ ઉપર છે અને આની સાથે જ્યારે આપણે બીજ સંયોગોનો વિચાર કરીએ અને જોઈએ કે મનુએ ઘણોજ થોડે કર મુકરર કર્યો છે ત્યારે હિંદુઓને રાજ્યમાં (જે એક સરખી રીત સર્વત્ર હોય તે) જમીનમાં ખાનગી માલિકીના ધોરણે જમીનનો કર મુકરર કરવામાં આવ્યો હશે એવું સબળ અનુમાન થાય છે.
બ્રિટિશ રાજ્ય નીચે થયેલા ફેરફાર. આપણા હાથમાં આ મુલક આવ્યા પછી મહેસુલને માટે જે પદ્ધતિ અંગીકાર કરવામાં આવી છે તે મારા જુલાઈ દશ અને જુલાઈ ચંદના પત્રમાં જણાવવામાં આવી છે. આના મુખ્ય ધોરણો એ છે કે ઇજારો બંધ કરવા પણ તે સિવાય બીજી તમામ દેશી રીત કાયમ રાખવી. વાસ્તવિક રીતે જેટલી ખેતી થઈ હોય તેના ઉપરજ મહેસુલ લેવી; મહેસુલનો દર હલકો રાખ; નવા કર નાંખવા નહિ; અને જુના દેખીતી રીતે ગેરવાજબી હોય તે જ રદ કરવા, નહિતો નહિ; અને સહુ કરતાં વધારે અગત્યનું છે કે કોઈપણ નવીનતા કરવી નહિ, પરદેશીય રાજ્ય અને પરદેશી રાજાઓને લીધે ઘણું ફેરફાર થયેલા છે,