________________
૫૪
-
પ્રકરણ ૬ .
જુરી પણ કરવી નહિ;(૨) જે મુકરર કરેલું કાપડ આપવામાં ગફલત કરે તે માલ જલદી તૈયાર કરાવવા માટે આરતીને તેના ઉપર મોશલ મૂવાને અધિકાર આપવામાં આવ્યો હત; (૩) જે તે બીજા કોઈને માલ વેચે તો તેના ઉપર દીવાની અદાલતમાં ફોજદારી કામ ચલાવવું.
(૪) જે વણકર પાસે એક કરતાં વધારે સાળ હોય, અને તે એક અથવા વધારે મજુર રાખીને કામ કરાવતે હોય તે જે કરાર પ્રમાણે માલ ન આપી શકે તે મુકરર કરેલી કિંમતના ૩૫ ટકા જેટલે દંડ આપવાને તે પાત્ર
થાય.
(૫) તમામ જમીનદાર અને ખેડુતેને હુકમ કરવામાં આવે છે કે તેમણે કમ્પનીના માણસોને સાળવી પાસે જવામાં કંઈપણ હરકત કરવી નહિ.
(૬) અને કમ્પનીના પ્રેસિડન્ટ આરતયા તરફ અપમાનની વર્તણુંક કદી પણ ચલાવવી નહિ,
જ્યારે કોઈ પણ કારીગરીના ઉપર કાંઈપણુ જુલમ હેય ત્યારે તે આબાદ થતી નથી, પણ આનું માઠામાં માઠું પરિણામ એ હતું કે કમ્પનીનાં માણસે
જ્યારે આવી સત્તા વાપરતાં, ત્યારે બીજા યુરોપીયને આના કરતાં વધારે સત્તા કોઈપણ પ્રકારના અંકુશ વિના વાપરતા હતા.
વૅન હેસ્ટિસે કહેલું કે હિંદુસ્તાનમાં અંગ્રેજ એક જુદા જ માણસ છે, એક અંગ્રેજ જે ગુન્હા ઈગલાંડમાં અંગ્રેજનું નામ કરવાની હિમ્મત પણ ન ધરે તે ગુન્હાને રક્ષણ રૂપ થાય છે. - લોર્ડ ન મથે કહેલું કે યુરોપિયનને દેશમાં વધારે પ્રચાર અને દેશીઓ સાથે વધારે સંવ્યવહાર થવાથી એક પરિણામ એ આવવાનો સંભવ છે કે તેમનાથી દેશીઓના શીલમાં કંઈ સુધારો થશે નહિ અને દેશીઓના મનમાં યુરોપિયનને માટે જે અભિપ્રાય હશે તે હલકે થઈ જશે.