________________
‘પદ
-
૧
પ્રકરણ ૫ મ.
' લખે છે કે અત્યારે અમારો આ એકમત છે કે નિયત જમાના ઘેરણથી, અથવા નિયત અને અચળ ભાવથી મુકરર થાય તેવા આકારના ધોરણથી, આ પ્રાતમાં અચળ જમાની પદ્ધતિ દાખલ કરવી.”
પણ એક વેપારી કમ્પનીના અધિષ્ઠાતાઓ જેઓ હવે એક મોટા સામ્રાજ્યના માલિક થયા હતા તેમણે લૈર્ડ હેસ્ટિંગ્સની દરખાસ્ત નામંજુર કરી અને તે એવા અવિનયની સાથે કે તેથી જ્યાં પિતાનાં નાણાં સંબંધી લાભની વાત આવતી હોય ત્યાં લોકના સુખેથી તેઓને કેટલી બેદરકારી હતી તે સ્પષ્ટ જણાઈ જાય. તેઓ લખે છે કે –
આપ જે બાબતમાં એકમતે અભિપ્રાય ઉપર આવ્યાનું કહો છો એટલે 'આ પ્રાન્તોમાં અચળ જમાબન્દી આપે બતાવેલાં કોઈ પણ ધારણ ઉપર દાખલ કરવી તે બાબતમાં, આપના અભિપ્રાયની સાથે અમે મળી શકતા નથી. એની અમારે ખાસ કરીને આપને ખબર આપવાની છે. સને ૧૮૧૯ ના ૧૫ મી જાન્યુઆરીના પત્રની ૮૬ મી કલમમાં અમે અચળ જમાબન્દી વિરહ જે હુકમ આપે છે તે હુકમનું સ્પષ્ટતાથી પુનરાવર્તન કરીએ છીએ અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે આવી અચળ જમાબન્દીના ઠરાવ કરવાથી આપે દૂર રહેવું એટલું જ નહિ પણ લોકોના મનમાં એવી તરેહની આશા ઉત્પન્ન થાય તેવા પણ કોઈ કૃત્યથી હમેશાં દૂર રહેવું. આ રીતે આ પછી ચાળીસ વર્ષ સુધી આ વિવાદ બંધ પડો.
ગ્રામ સંસ્થાઓ,
દરમિયાન મહેસુલ સભાના મંત્રી-હેટ મેકેન્ઝીએ ૧૮૧૯ની પ્રખ્યાત મિનિટ લખી હતી. જેમાં ઉત્તર હિંદુસ્તાનમાં પ્રામસંસ્થાઓની હયાતીની વાત બહાર આણી હતી અને પદ્ધતિસર માપણી કરીને તમામ તરેહની તપાસ કરીને ગ્રામસંસ્થાઓ સાથેજ જમાબંદીના ઠરાવ કરવાની ભલામણ