________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૬૩
હતું. આ ઉપયોગી અને ગંજાવર કામ હૈદરે બાંધ્યાં હતાં કે પૂર્વના હિંદુ રાજાઓએ બાંધ્યાં હતાં તે બુકનનના હેવાલ ઉપરથી નીકળતું નથી; પણ ટિપુના યુધ્ધોના અરસામાં બહુ નુકસાન થયું હતું. મોટાં મંદિરે, ગામડાંઓ અને બંધો તોડી નાંખવામાં આવ્યા હતા, અને હેરે પુરાઈ ગઈ હતી. પરંતુ, પૂર્વીઆની વ્યવસ્થા દરમીયાન વેપાર ઉદ્યોગ પુનઃ સજીવન થતાં હતાં; “દરેક ઠેકાણે ઉદ્ધારનાં ચિન્હો દેખાય છે; ગામડાંઓ ફરીથી બંધાય છે; નહેરો સાફ થાય છે, અને હરણ અને જંગલના દરોગાઓને બદલે હવે ગરીબ અને શાન્ત બળદો ખેતરોમાં મજુરી કરવામાં મંડી પડ્યા છે.”
મહેસૂરમાં ડાંગર કાપવાની અને સાચવી રાખવાની રીતનું ડા. બુકેનને સવિસ્તર વર્ણન આપ્યું છે. કાપતાં પહેલાં એક અઠવાડીઆ અગાઉ ખેતરોમાંથી પાણી કહાડી નાંખવામાં આવે છે; પછી જમીનમાંથી ચાર ઈંચ ઊંડાં દૂડાં કાપે, અને દૂડાં, નીચે રાખીને તેને ઢગલે કરે. એક અઠવાડીઆ પછી એને ખળાં માં પાથરે; અને તે ઉપર બળદો ફેરવી-તેના ૬૦ કન્ડક અથવા ૩૩૪ મુશળના ઢગલા કરે છે. દરેક ઢગલા ઉપર માટીની નીશાઓ કરી પરાળથી છાઈ નાંખે છે. અને જે ભાગ હેચાય ત્યાં સુધી તે તેજ સ્થિતિમાં રહે છે. પછી ખેડુતો પોતાનો ભાગ અનેક રીતે સંઘરી રાખે છે. કેટલાક સાંકડી ખાણ કરીને તેમાં રાખે છે. તે ખાણે કઠણ પથરાઉ જમીનમાં હોય છે, ૨૪ ફૂટ ઉંડી હોય છે અને તેની ચારે તરફ ભોંયતળીયે તેમજ બાજુએ અને ઉપર પરાળનું અસ્તર નાંખે છે. દરેક ખાણમાં ૮૪ થી ૧૬૮ બુશલ જેટલી ડાંગર માય છે. બીજા, પાટીયાની જમીનવાળી વખારમાં ભરી રાખે છે. કેટલાક માટીની કોઠીઓમાં ભરે છે. તેના મહા ઉપર એક વાસણ ઉંધું મૂકીને છાંદી દે છે; અને જ્યારે જોઈએ ત્યારે નીચે એક બાકોરું પાડેલું હોય છે તેમાંથી ડાંગર કહાડવામાં આવે છે. કેટલાક તે પરાળના કોથળાઓમાં ડાંગર ભરી રાખે છે. ડાંગર સીવાય મગ, તલ, શેલડી પણ શ્રીરંગપટ્ટણ આગળ ઉગે છે.