________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
૧૬૧
પાણી મેળવે છે. બીજી વ્હેરામાંથી તે પાણી જમીન પીએ છે, અને તેથી વેલેારની ખાણુની જમીન આખા કર્ણાટકમાં સુદરમાં સુંદર છે.
ભારામહાલ.
પછી ડૉ. ક્ષુકનન પૂર્વધાટ ઉપર ચડવા અને બારામહાલમાં આવેલા વેકન્સગિરિ પહેાંચ્યા. આ દેશમાં ચેડાં વર્ષ ઉપર મનાએ જમાબન્દી કરી હતી. આ દેશના ચઢાણુ ઢાળાવાથી ડા. બુકનનને ઈંગ્લેંડનું સ્મરણ થયું. તેના અભિપ્રાય પ્રમાણે આ દેશના અર્ધ ભાગમાં ખેતી હતી. બાકીની જમીન વીડીની હતી અને તેમાં ઢાર ચરતાં. કાચી માટીમાંથી અને કાળી રેતીમાંથી લેતું કહાડવામાં આવતું અને ઘણા ભાગેામાં મીઠું મળી આવતું. જમીન રતાશ પડતી હતી અને Graniteના મિશ્રણવાળી લાલ ferruginous માટીની બનેલી હતી; ગામડાંઓમાં અને શહેરમાં દીવાલે આ માટીની બનાવેલી હતી; અને રાતા અને ધેાળા પટાથી એને ર ંગીને શણગારવામાં આવેલી હતી. કેટલેક ઠેકાણે અગાશીમાં પણ આજ માટી વાપરેલી જણાતી હતી.
પૂર્વ હૈ સૂર
હવે ડૉકટર બુકનન હૈમૂરની હદમાં દાખલ થયા. ત્યાં ટિપુસુલતાનના પડ્યા પછી લાડવેસલીએ ખેસારેલા નવા રાજાનું રાજ્ય હતુ. વલ્લુરૂ કરીને મેટા ગામમાં સાપ્તાહિક મેળેા ભરાતા હતા; અને જાડું સુતરાઉ કાપડ બનતું, જે પરદેશ પણ જતું હતું. પડાશનાં ગામેમાં કાંબળીએ પણ બનતી હતી. દસમાંથી સાત ભાગ જેટલી જમીન ખેડવાણ હતી; અને આને વીસમે ભાગ પીત જમીન હતી. પન્નારના કિનારા ઉપર ડાંગર થતી. ખેતરામાં શ્રી ખાતર નાંખી, અને હુળ, પાડા અને બળદોથી ચાલતાં હતાં.
11