________________
૧૪૨
પ્રકરણ ૪ થું.
હિતે. મદ્રાસના ગવર્નર તરીકે સર સે ગ્રામ્ય સંસ્થાઓને પુષ્ટ કરવા તેનાથી બન્યું તેટલું કર્યું. તેણે પંચાયત સ્થાપી, તેમને ન્યાયનો અધિકાર આપે, અને હિંદની ગ્રામસત્તાને જીવતી અને સુઘટિત રાખવા માટે તેનાથી બન્યું તેટલું તેણે કહ્યું; પણ આ બધા યત્નો નિષ્ફળ ગયા. જુની સંસ્થાઓમાંથી જ્યારે ખરી સત્તા લઈ લેવામાં આવે છે, ત્યારે માત્ર ઉપર ઉપરનો સત્તાને ડોળ ટકી શકતા નથી. ગામડાંઓના લકે મહેસુલ અને પોલિસના રૂશ્વતી આ અધિકારીઓની કનડગતમાં પ્રથમની પેઠે વ્યવસ્થિત મંડળ તરીકે એક કામ કરી શકયા નહીં. બ્રિટિશ રાજ્યના આવવાથી આપણા દેશમાં જે મોટા ફેરફારો થયા તેમાં ઘણાખરા સુધારાને અનુકૂલ હતા, કેટલાક વખોડવા લાયક થયા, પણ આપણી ગ્રામસંસ્થાઓમાં સમાયલું સ્વરાજ્ય-જે પૃથ્વી ઉપર આપણે પહેલ વહેલું સંપાદન કર્યું હતું તેનો વિનાશ એ સહુથી વધારે શોકજનક ફેરફાર થયો.
મહેસુલસભાએ સૂચવેલી ગ્રામપદ્ધતિ છોડી દેવાઇ એ બાબતમાં આ જમાનાને માત્ર ઐતિહાસિક રસજ છે. પણ જે વિચારવાનું છે તે એ છે કે મને વાળી રૈયતવારી પદ્ધતિ પણ પૂરેપૂરી રહી શકી નહિ. મસ મનેએ ૧૮૦૭ અને ૧૮૧૩ માં સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો, કે રૈયતવારી પદ્ધતિનું સર્વ અચળ આકારમાં જ છે અને પડતર જમીન સિવાય બીજી બધી બાબતમાં રૈયતવારી પદ્ધતિ બંગાળની જમીનદારી પદ્ધતિ જેટલી સ્થિર અને અચળ છે. ૧૮૨૦ માં મદ્રાસના બધા નહીં આકારાયેલા જીલ્લાઓમાં રૈયતવારી પદ્ધતિ દાખલ થઈ; પણ આકારની અચળતા હજી સુધી દાખલ કરવામાં આવી નથી. પ્રત્યેક નવી જમાબન્દી વખતે લેક ને સમજી શકે તેવા કારણોથી આકાર ફરતા હોવાથી સરકારહકની અનિયતતાને લીધે, લેકે હમેશાં અનિશ્ચિત રહે છે, અને દારિદ્રયના ભોગ થઈ પડયા છે. '