________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
૧૯
કહે છે તેમ તેણે જમીન ખેડી હોય વા ન ખેડી હોય તે પણ સરકારનો બોજો તે તેના ઉપર પડતો જ. બેલારીના દેશાધ્યક્ષ મિ. ચેપલિને કહે છે તેમ ચાલતા કાયદાની વિરૂદ્ધ થઈને પણ રિયતને તેના સાધનોનાં પ્રમાણમાં જમીન ખેડવાની ફરજ પાડવામાં આવતી; દેશાધ્યક્ષ અને તેના તાબાના દેશી નોકરો• ખેડૂતોને કેદ કરવાની અને શિક્ષા કરવાની સત્તાનો અમલ કરીને આમ ફરજ પાડવામાં ફાવતા હતા. તે સ્પષ્ટ લખે છે કે જે આ જુલમથી તે ખેતી છોડીને ચાલ્યા જાય જ્યાં જાય ત્યાં તેના ઉપર મરજી મુજબ એ આકાર નાંખવામાં આવે કે સ્થળાતર કયોને કંઈ લાભ એને રહે નહિ. એ પ્રમાણે સુસ્થાપિત વહીવટ હતો.
નવા મળેલા દેશની ખરી સાધન સંપત્તિથી અને જમીન સંબં. ધના હક જવાબદારીનાં ચેકસ ધોરણોથી અજાણ્યા છતાં આપણે પરદેશી તલવારીઆઓ ગજબ કરીએ છીએ. વિશાળ જમીને જોતાંની સાથે, પ્રજાઓ જુદા રીત રીવાજવાળી, જુદી બેલીવાળી, છતાં આપણે આપણું રાજ્યમાં ઇલાકા વાર નહિ, જીલ્લાવાર નહિ, દરેક ખાતાવાર નહિ; પણ ખેતરે ખેતરને આકાર ઠરાવવાનું કામ માથે લઈએ છીએ. જે કામ યુરોપના સહુથી વધારે સુધારાવાળા દેશો કે જ્યાં જમીનની સ્થિતિ સંબંધી દરેક માહીતી સહજ મળી શકે છે, અને જ્યાં રાજા અને પ્રજા એકજ છે, ત્યાં પણ રાક્ષસી મહેનતનું અથવા હવાઈ જ ગણાય. આ એક માનેલા સુધારાની પાછળ આપણે ઈરાદા વિના પ્રાચીન સંબધે અને હિંદુઓનાં ગામોનાં નાનાં નાનાં સ્વસત્તાક રાજ્યો ને અરસપરસ જોડતા તમામ પ્રાચીન રીવાજોને તોડી નાખીએ છીએ. એક જાતનો નવો ખેડુતને કાયદે કરીને પરાપૂર્વથી ગ્રામ સંસ્થાઓની સમસ્ત માલિકીની જમીને માત્ર મીરાસદારો અથવા કદીમાં નહીં પણ હલકા ખેડુ વર્ગ સુદ્ધાં. તમાં કકડે કકડે વહેંચી નાખીએ છીએ. કેવળ અજ્ઞાનથી પિતાની ખાનગી માલિકી સ્વીકારવાની ના પાડતા આપણે તેમને જોઈએ છીએ; અને તેમનો નકાર સ્વીકારી આપણે તે રદ કરીએ છીએ. અને તેમ કરીને