________________
૧૨૪
પ્રકરણ ૩ જુ.
બનાવીને કેવી રીતે રાખવા તેની સૂચનાઓ એક નંધમાં કરી. ૧૭૯૯ ના જુનની પાંચમીના પત્રમાં સભાએ આ પાળેગારની લશ્કરી સત્તાને બિલકુલ નાશ કરવાનો અને તેમની પાસેથી પ્રથમ આપતા તેના કરતાં વધારે ખંડણી લેવાનો આગ્રહ કર્યો.
આ ખરતાની સહાયતા લઈને મદ્રાસના સત્તાધારીઓ ઈનસાફની હદ વટાવીને ચાલ્યા ગયા. ૧૭૯૯-૧૮૦૦ માં એમણે પાળેગાર સાથે ઠરાવ કર્યા; તેમાં તેમના પિતાના ગામની હદ બહારની તમામ જમીન સરકારે રાખી અને પૂર્વના કરતાં ૧૧૭ ટકા જેટલી વધારે જમા કરાવી. દક્ષિણના પાળેગારોએ બળવો કર્યો પણ તે બળવો એકદમ શમાવી દીધો. બળવાખોરોની જાગીર આંચકી લીધી અને કેટલાકને દેહાંત દંડ કર્યો. ઠરાવેલી મહેસુલમાં ધીમે ધીમે
ડાં વર્ષ સુધી વધારો કર્યો, અને પછી, કુલ પેદાશના બે તૃતીયાંશ જેટલી રકમ સુધી પહોંચે તે પછી, અચળ થાય એવો ઠરાવ કર્યો. છેવટે દક્ષિણના પાળેગારમાંના જેમની પાસે જાગીરો રહી હતી તેમની સાથે ૧૯૦૩ માં યાવચ્ચન્દ્ર દિવારો જમાબંદી થઈ. આ જમાબન્દી ૧૭૯૮-૧૮૦૦ કરતાં બહુ માફકસર હતી. કુલ પેદાશના ૪૧ થી ૫૧ ટકા જેટલી જમા ઠરાવવામાં આવી. આવી ચાદ જાગી હતી, તે ઘણે ભાગે તિનેવલ્લી જીલ્લામાં છે. આજ પ્રમાણે શિવગંગા અને રામનદન પાળેગાર સાથે પણ જમાબન્દીના ઠરાવ ક્ય.
૧૮૯૨ માં પશ્ચિમના પાળેગારો સાથે પણ યાવચ્ચન્દ્રદિવાકરી ઠરાવો કરવામાં આવ્યા. પણ ચિતૂરના પાળેગારનાં નસીબ નબળાં હતાં. તેઓ બ્રિટિશના હકની સામે થયા. પિતાના કિલ્લાઓમાંથી તેમને હાંકી કહાડ્યા. તે પછી તેઓ જંગલમાં જઈને રહ્યા. ચિત્રની સર્વ જાગીર ડાક અપવાદ સાથે સરકારે ખાલસા કરી અને ખેડુતો સાથે પરબારી જમાબન્દી બાંધી.
આ બધા વ્યવહાર તરફ આજે સો વર્ષો પછી આપણે જોઈએ છીએ ત્યારે કર્ણાટકના પાળેગારોનો વારતવિક નાશ કરવાની નિર્દય રાજ્યનીતિ માટે શોક થાય છે. ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના અધિષ્ઠાતાઓએ એમની પાસેથી લકરી