________________
૧૨૨
પ્રકરણ ૩ જુ.
કબજેદાર ખેડુત સાથે કર્યા. પણ હવે રૈયતવારી પદ્ધતિ સત્તાધીશોને અનુકૂલ થઈ પડી હતી અને તે પ્રમાણે જ ઘણે ભાગે જમાબન્દીના ઠરાવો થવા લાગ્યા. અને આથી જે રાજાઓ અને નાયર સરદારો મલબારમાં પરાપૂર્વથી જમીનદારો : હતા તેમને ધીમે ધીમે દૂર કર્યા અને આખરે તેઓ અદશ્ય થઈ ગયા. ખરી રાજ્યનીતિ પ્રમાણે તે સરકારે તેમને કાયમ રાખવા જોઈતા હતા, અને તેમને બ્રિટિશ સરકારની વફાદાર પ્રજા બનાવી લેકના અગ્રેસર બનાવવા જોઇતા હતા. પણ જેમ બને તેમ વધારે ઉપજ લેવા સારૂ રૈયતની સાથે પરબારી જમા કરાવવાની ઇચ્છાએ સરકારની નીતિ ઉપર વરસ જતાં વધારે ને વધારે અસર કરી.
જાઊર. તંજાઊર સને ૧૮૯૯ માં લેર્ડ વેસ્લીએ ખાલસા કર્યું. આ રાજ્યના ખેડુતો ૫દૃકદાર નામના મુખીની મારફત જમા ભરતા. એક પટ્ટકદારના તાબામાં ૧ થી ૧૨૮ ગામ હતાં, અને ઘણું ખરા પટ્ટકદાર વાસ્તવિક જમીનદારો જ હતા.
બ્રિટિશ સરકારે આમને તદન રદ કર્યા. ૧૮૦૪ માં રૈયતવારી પદ્ધતિ દાખલ કરી. અને જમીનની માપણી કરી પાછલ્લા વર્ષોની કિંમત આંકવાને બદલે સરાસરીને હીસાબે જમા ઠરાવી.
કર્ણાટક, કર્ણાટકને વહીવટ પ્રથમ ૧૭૯ર માં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને સોંપાયે હતું. અને પછી ૧૮૦૧ માં વેસ્લીએ એ મુલક ખાલસા કર્યો. આ પ્રદેશને મોટો ભાગ પાળેગાર (પોલીગાર) નામના લશ્કરી સરદારના હાથમાં, કેટલીક પેઢીઓથી, અને કેટલેક ઠેકાણે તે, સેંકડો વર્ષોથી હતો.