________________
પ્રકરણ ૧ લું.
બ્રિટિશ સામ્રાજ્યના ઉદયકાળનો આરંભ થયો. ઈગ્લેંડના મિત્ર ક્રેરિક ધિ ગ્રેટ સને ૧૭૫૭ માં રેસબૅકના યુદ્ધમાં વિજય મેળવ્ય, પ્રશિયાનો ઉદ્ભવ કર્યો, અને કાન્સને નમાવ્યું; વુફે સને ૧૭૫૮ માં કએક લીધું, અને સને ૧૭૬૦ માં કાન્સ પાસેથી આખું કેનેડા પડાવ્યું; સને ૧૭૫૭માં જ કલાઇવ પ્લાસીના યુદ્ધમાં જય પામ્યો અને ૧૭૬૧ માં આયરફૂટે આપણા દેશમાં ફ્રાન્સની સત્તાને કચરી નાંખી. આ પાંચ વર્ષમાં એક જગત સત્તા તરીકે ઇંગ્લંડની સ્થિતિ નિશ્ચિત થઈ; અને કાન્સ, યુરોપમાં હલકું પડયું, અને એશિયા અને અમેરિકામાંથી અદૃશ્ય થયું.
આપણો ઈતિહાસ આપણા દેશમાં બ્રિટિશ સામ્રાજ્યના ઉદયની સાથે સં. બંધ ધરાવે છે; અથવા તે સામ્રાજ્ય નીચે વસતા લોકોની આર્થિક પરિસ્થિતિ સાથે. અને આ ઈતિહાસ મૂળથી સમજવાનું સરળ પડે તે સારૂ સને ૧૭૫૭ થી તે સને ૧૮૩૭ સુધીના રાજ્યકીય ઇતિહાસનું આ પ્રકરણમાં દિગ્દર્શન કરવું જરૂરનું છે.
આ એંશી વર્ષના અરસામાં બ્રિટિશ કારભારીઓના ત્રણ જમાના થઈ ગયા; અને તેમણે હિંદી સામ્રાજ્યનો વિસ્તાર વધારવામાં અને તેની જમાવટ કરવામાં પોતાની શક્તિ વાપરી. દરેક જમાનાની રાજ્યનીતિ પણ બીજાથી જૂદી અને લાક્ષણિક હતી. પહેલો યુગ કલાઈવ અને વોરન હેસ્ટિંગ્સનો. આ યુગ નિર્ભય સાહસ અને ખંતીલા વિગ્રહ હતો. જેથી વેપારીઓની એક કમ્પની હિંદુસ્તાનમાં એક મેટી રાજ્યસત્તા થવા પામી. સને ૧૭૮૪ માં પિટના ઇન્ડિયા એકટથી અને હામે વર્ષે વોરન હેસ્ટિંગ્સની હિંદુસ્તાનમાંથી વિદાયગીરીથી, આ યુગને અંત આવ્યું. બીજો યુગ તે કોર્નલિસ, વેસુલી અને લોર્ડ હેસ્ટિંગ્સને. આ યુગમાં મહેસૂર અને મરાઠા સાથે છેલા વિગ્રહ થયા અને કમ્પનીની હિંદમાં સર્વોપરિ સત્તા થઈ. સને ૧૮૧૭ માં મુંબાઈ ઇલાકાને ખાલસા કરવાની અને હામે વર્ષ છેલ્લા પાને કેદ કરવાની સાથે તે યુગનો અંત આવ્યો. ત્રિજો યુગ, શાન્તિ કરકસર અને સુધારાનો હતે.