SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (પંચમ કળા) ૭૧ હૃવે શું ઉપાય કરે? એ વિશે ચર્ચા કરવા લાગ્યા, તે પરથી જડીઆ યક્ષે તપાસ કર્યો તો પુંઅરાના હાથ પર એક જંત્રનું માદળાથું બાંધેલ હતું તેથી તેને જણાયું કે આ જંત્રના પ્રભાવે અમારૂં જે કાંઇ કામ આવતું નથી, જેથી તેણે ઝીણામાં ઝીણું મચ્છરનું રૂપ લઇ તે જત્રના માદળીયાં નીચે જઈ એક ઝેરી ચટકો ભરી ત્યાંથી ઉડી ગયે, એકદમ સખ્ત ખંજળ (ચળ) આવતાં પુંઅરે તે માદળીયું છોડી નાખ્યું પણ ઝેરી દંશથી ખંજેળતાં ખળતાં પસીને વળી ગયો. તેથી આખે શરીરે ચળ આવતાં હમામખાનામાં નહાવા ગયે કરડ ઉપર ખૂબ પાણી રેડી ન્હાય છે ત્યાં યક્ષોએ ડુંગરી ઉપરથી પ્રયોગ ચલાવ્યો અને તેથી હમામખાનાની દિવાલ તેના પર તૂટી પડતાં તે નીચે ચગદાઈ મરણ પામે. યક્ષો રષિઓને છોડાવી અંતરધ્યાન થયા, એ યદગિરીમાં આજે પણ પ્રતિવર્ષે ભાદરવા માસના પહેલા સોમવારે ત્યાં મોટે મેળો ભરાય છે, અને યક્ષોની પૂજા થાય છે, એ વિષે કચ્છમાં ઘણું કાવ્યો છે, તેમજ જે લોકે શ્રદ્ધાથી યક્ષોને માને છે. તેનાં આજે પણ તે યક્ષદે ધાર્યા કામ કરી આપે છે. કઈ ઇતિહાસકાર કહે છે કે-એ ઝષિ સંઘાર લોકેના પીર હતા તેને પીડવાથી કચ્છમાંના તમામ સંઘારે ઉશ્કેરાઈ આહિવનરાજની મદદ માગવા ગયા ને તેને ૭૨ વીર પુરૂષ મદદમાં મેલ્યા, તે ૭૨ જણાએ બહારવટીઆની માફક છુપા હુમલાએ . છેવટ કિલ્લાની દિવાલ ત્રટી પડતાં જામપુઅરે તે તળે કચરાઈ મૂઓ, અને રાજ્યના સનિકે સાથે લડાઈ કરતાં તે ૭૨ જણાએ પણ ત્યાં જ કામ આવ્યા, જે હાલ રક્ષક (યક્ષ) તરીકે પુજાય છે, ગમેતેમ છે પણ એવા અધમી અને પ્રાપીડક રાજાના અમલને જલદી નાશ થયો, અને કચ્છ દેશની સત્તા ચાવડા વંશમાં ગઈ. અહિવનરાજની સત્તા કચ્છમાં થતાં તેણે પદ્ધરગઢને નાશ કરી મારગઢમાં રાજગાદી સ્થાપી, અને નવસે ગામ કબજેકરી ગુર્જર નરેશ મુળરાજ સોલંકીને ખંડણી આપી પાટણની સર્વોપરી સતા સ્વીકારી. ગુજરાતના રાજાઓની સર્વોપરી સત્તા ઉપરાંત કચ્છમાં થોડે ખાલસા ભાગ પણ હશે એમ ગુર્જરપતિના કરી આપેલા તામ્રપટ પરથી સિદ્ધ થાય છે જે રાસમાળાના પ્રથમ ખંડ પૃ. ૧૩મે છે. તે નીચે પ્રમાણે છે. તામ્રપત્ર “(સેલંકી શક) સંવત ૯૩ ચિત્રશુદિ ૧૧ રઉના દિવસે અણહિલવાડ પાટણ મથે સ્વરાજ મંડળથી શોભાયમાન મહારાજાધિરાજ શ્રી ભીમદેવ પોતાના ભેગવટાના કચ્છ દેશમાં રહેનાર સર્વ રાજપુરૂષોને તથા તે દેશમાં વસનાર બ્રાહ્મસુદિ સવ માણસોને ખબર આપે છે કે આજ સંક્રાંતિ પર્વણુ દિવસે સૂર્યની રાશિ બદલે છે તે વખતે ચરાચર ચેતન જડના પેદા કરનાર ભગવાન જે પાર્વતિ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy