SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નવાનગર (જામનગર) અને બ્રહદ્ ઇતિહાસ ગુજરાતી ભાષામાં આજસુધી નહિ લખાયેલું હોવાથી તેમજ હિન્દી ભાષામાં માત્ર એક “વિભા વિલાસ” નામનો ગ્રંથ જે લખાયેલે તેમાં કેટલીક અપૂર્ણતા હોવાથી આ ઇતિહાસમાં તે ખામીઓ પુરવામાં આવી છે. (૧) શ્રી કૃષ્ણ પરમાત્માના પુત્ર શામ્બનો વંશ ચાલું હોવાનું ઘણું ઇતિહાસકારો. પ્રાચિન શાસ્ત્રો નહિં જોતાં, એક ઉપરથી બીજાએ લી2 લીટે લખી નાખેલ. જે મહાન ભુલ શાસ્ત્રોથી સાબિત કરી, શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનો વંશ ચાલુ હોવાનું સિદ્ધ કરેલ છે. જુઓ પ્રથમ ખંડ પ્રથમકલા પેજ ૨૧ થી ૨૪. ૨ વિભા વિલાસમાં મીઠેઠના પાધરનું મહાયુદ્ધ જ્યારે ખંભાળીયે જામશ્રીની ગાદી હતી, ત્યારે થયાનું જણાવી, પછી જામનગર વસાવ્યાનું લખે છે. પરંતુ એ યુદ્ધ જામનગર વસ્યા પછી લગભગ ૧૦ વર્ષે થયું હતું. ધ્રોળના ઠાકારશ્રી હરધોળજી તે લડાઇમાં કામ આવ્યા હતા, તેવું વિભા વિલાસમાં લખે છે, જ્યારે ધ્રોળ રાજસ્થાનથી લખાઇ આવેલ ઇતિહાસમાં પણ વિ. સ. ૧૬૦૬ માં ઠાકારશ્રી હરધોળજી એ લડાઈમાં કામ આવ્યાનું લખાઈ આવેલ છે. જ્યારે જામનગર વિ. સ. ૧૫૯૬માં વસ્યું અને આ લડાઈ વિ. સ. ૧૬૦૬ માં થઈ તો તે ઉપરથી ચોકખું જણાઈ આવે છે કે એ લડાઈ જામનગર વસ્યા પછીજ થઈ છે. જુઓ પ્રથમ ખંડ અષ્ટમી કળા પૃષ્ટ ૧૨૪ થી૧૩૯. ૩ વિભા વિલાસમાં ભૂચરમેરીના યુદ્ધ વખતે આજમ, કેકે, અને બાબી એ નામના ત્રણ બાદશાહી સુબાઓ ચઢી આવ્યાનું લખેલ છે. પરંતુ તે વાત ગળિત છે. જુઓ .. . ૧૦ મી કળા પૃષ્ટ ૧૯૧ ની ૨૦૨ સુધી. કેટલાક ઇતિહાસકારો જામશ્રી સત્તાજીના કુમારશ્રી વિભાજીથી રાજકોટ ગંડળનો વિભાણ વંશ ચાલ્યો હોવાનું લખે છે. પણ તેમ નહિ હોતાં, જામ સત્તાજીના કુમારશ્રી અજાજી જે ભૂચરમોરીમાં કામ આવ્યા, તેમને લાખાજી તથા વિભાજી નામના બે કુમારો હતા, તેમાં મોટા લાખાજી ગાદીએ આવ્યા અને નાના કુમારશ્રી વિભાજી કાલાવડ પરગણું લઇ ઉતર્યા, કે જેઓએ પાછળથી રાજકેટ સર કર્યું. તેનાથી વિભાણ વંશ ચાલેલ છે. જુઓ પ્ર. નં. દ્વાદશી કળા પાને ૨૨૪, ૫ જામશ્રી રાયસિંહજી બીજા અને તમાચીજી બીજાના રાજ્ય કાળવિષે કંઈક ઇતિહાસકારોને મતભેદ છે, પરંતુ જામશ્રી તમાચીજીના હસ્તાક્ષરની સહી અને મેરછાપવાળો એક લેખ અમને મળતાં, તે લેખમાં લખાયેલ સંવતના આધારે તેઓનીના રાજ્યકાળ નક્કી કરેલ છે. જુઓ પ્ર. ખં, ત્રયોદશી કળા ૫૪ ૨૫૪ અને ૨૫૮. ૬ ખાસ મુદ્દાની વાત તો એ છે કે “વિભા વિલાસ” ગ્રંથમાં જામશ્રી વિભાજીએ મહુમ જામી રણજીતસિંહજી સાહેબને દત્તક લીધા વિગેરેની કે સદર શાખાની (ફુલાણી વંશની) હકિકતને લેશ માત્ર પણ ઉલ્લેખ કરેલ નથી. પરંતુ જામશ્રી રાવળજીની પવિત્ર ગાદિ ઉપર શુદ્ધ ક્ષત્રિય રાજબીજ બીરાજવાનું ઈશ્વરથીજ નિર્માણ થયેલું હેઈ, ગાદિના સાચા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy