SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. (પંચમ કળા) મ તીઓ આપવી શરૂ કરી, જામ લાખાલાણીએ પણ તમામ રયાસતથી ત્યાં છાવણી નાખી એક વર્ષ સુધી જેજેકાર વર્તાવ્યેા લગ્નના દિવસ આવતાં માટી દીકરીની જાન પહેલાં આવી, મેરભાઇની જાનની વાટ જોવાય છે, પણ સાંજ પડતાં સુધીમાં તે જાનના કાંઈ ખબર આવ્યા નહિં, જામલાખાની સલાહથી માવલ સાખાણીએ ડગમ” (પડઝન) સામાં માકલ્યા, (એ પડગમ એટલે જાનમાં કેટલાં માણસા વિગેરે છે તેની ગમ પડે તેટલાસારૂં' ચાલાક ધાડેસ્વાર સામા જાય, આ રીવાજ હજી ચારણાની જ્ઞાતીમાં છે, અને કાઇક સ્વાર જાનમાં જાનૈયાની ગફલત જીએ તા કાંઈપણ કપડું અથવા તેા પાઘડીની ઝડ (સુંટી ) કરી લાવે.) સ્વારા જાન સામા ગયા, એ ચાર માઈલ જતાં મેરભાઈને એક ધારે આગળ પગપાળા ચાલી આવતાં જોયા પાસે જઈ પુછ્યુ કે “જાન કેટલેક દૂર છે! (હાથમાં મીંઢાળ બાંધેલ જોતાં) તમે વર્ જણાવ છેા તેથી એકલા કેમ ચાલ્યા આવેાછે? ” પણ મેરભાઇએ કાંઇ જવામજ આપ્યા નહિ તેથી આવેલ સ્વાર વીસ્મીત થયા, અને વાટ જોવા થાડા વખત ધારડી ઉપર સહુ બેઠા. પણ જાનનાં ગાડાં કે માણસે જોવામાં આવ્યાં નહિં, તેથી સર્વે સ્વારે પાછા ગયા, અને ખબર આપ્યા કે જાનમાં કોઇ માણસા છે હુિ માત્ર એક વરજ ચાલીને આવે છે.” સ્વારોના ગયા પછી રાત્રી પડતાં મેરભાઇએ લેાખાન કરી પીરનું સ્મરણ કરતાં એકલાખ, એસીહજાર આલીયા હાથી ઉપર એસી પીર ખાજા હીન્દુ વલી શાહ સાથે આવ્યા; ત્યાં કાલેખાં પઠાણ પણ હાથી ઉપર બેસી પાતાના વીસ લાખ સૈનિકા સાથે આવ્યા મેરભાઇને વજ્ર અલકાર પહેરાવી હુમેલ, કલગી, તારા, સેહરા, વગેરે ધારણ કરાવી હાથીની અખાડી ઉપર બેસાડી ચુવાની મતીયા સળગાવી અને એ લાખા માણસાનું લશ્કર જાનૈયા થઈ ચાલ્યું, લાખા ફુલાણી માવલસાખાણી સાથે એક ઉંચી મેડી ઉપર જાન આવવાના રસ્તા ઉપર જોવા લાગ્યા. ત્યાં તેા હજારો મસાલાના પ્રકાશ એક માઇલ દૂર રખાતાં તેઓએ કહ્યું કે આ જાન તા દળવાદળ જેવી છે. જ્યાં આટલી બત્તીઓ છે તે સાથે હાથી ઘેાડા અને માણસાના પાર નહિ હેાય” જેમ જેમ જાન નજીક આવવા લાગી તેમ તેમ પ્રકાશમાં હાથી ઘેાડાઓ અને માણસાને જોતાંજ બન્નેના ગવ ગળી ગયા. જાન આવતાં સામૈયુ કરી ગામ બહાર છાવણીમાં ઉતારો આપ્યા. હાથીને બાંધવાના ખાડચાં” આપતાં આપતાં સ્ટાર્ ખુટયા. તેથી મકાનાનાં આડી આડસરો કાઢી કાઢી કપાવી તેના ખાડચાં” અને ધાડા ખાંધવાની “મેખા” બનાવી આપી, તાપણ પુરી થઈ નહિ જેથી માવતા અને ધાડેસ્વારી માંડવે જઈ કહેવા લાગ્યા કે અમારે ખાડચાં અને મેખા વિના હાથી ઘેાડાઓ કયાં માંધવા ! આમ છુટા જાનવરે કેટલા વખત રાખવાં ? તેથી છેવટ મેરભાઇને કહેવરાવ્યુ કે અમારા આગળ હવે સીલક નથી તેા માફ કરો પછી મેરભાઈના હુકમથી કેટલાક હાથીઓ છુટા ઉભા રાખ્યા જમવામાં પણ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy