SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઇતિહાસ. (પંચમ કળા) ૬૩ અંદર લગ્ન નહિ કરે તે અમો બીજે સગપણ કરી પરણાવી આપશું, આ પત્ર આવતાં મેરની મા રવાલાગી, અને મેરને બોલાવી સઘળી હકીકત કહી બતાવી, મેરે તેની માને કહ્યું કે મારા ભાઇબંધ આગળ જાઉ છું બે ત્રણ માસમાં પાછા આવીશ, એમ કહી ઘરમાંથી રોટલાના ટાઢા પુરમા ખાઈ દિલ્હીને માગે રવાના થયા, ચાલતાં ચાલતાં કેટલેક દહાડે દિલ્હીના ઉત્તરાદા કબ્રસ્તાનના વડનીચે પહોંચ્યો ત્યાંથી થોડે દૂરનેસાઇ ચારણનો એક નેહ હતો,એ લેકેએ વડનીચે બેઠેલા મેર બાટીને કહ્યું કે તમો કેવા છે? તે કહે હે ચારણું છું. નાતીલો જાણું તેણે નેહમાં આવી રાત્રિ રહેવા આગ્રહ કર્યો, પણ મેરે ના પાડી તેઓએ તેને કહ્યું કે આંહી રાત્રે ભૂતાવળ જાગે છે, તેથી કઈ માણસ કે હેર આંહી રાત્રી રહે તે મરણ પામે છે, માટે દિવસ આથમ્યો છે તો નેહમાં આવે, મેર બાટી કહેકે જે જીવતો હઇશતો સવારે નેહમાં આવીશ નહિત તમો મને અગ્નિ સંસ્કાર કરી દેજે ઘણું આગહને અંતે તે અરણે નેહમાં પાછા ગયા, અને મેર બાટીએ રાત્રી પડતાં કબર , આગળ જઈ લોબાન કરી પડી છાંટી કલેખાં પઠાણનું સ્મરણ કર્યું. પણ તેને દશન આપ્યાં નહિં તેથી નિરાશ થઇ મેર તે વડ ઉપર ચડી સુતો. કલેખાં પઠાણે પિતાના વીસ લાખ માણસેને હુકમ કરી દીધું કે “દેખે હમેરા દિલેજાન દોસ્ત મેરભાઈ આયા હે કેઇએ ઉર્ફે ડરાના નહિ” સહુએ એ હુકમને માન આપું અર્ધરાત્રી થતાં વડની એક મસાલ થઈ એક માણસે આવી ઝાડ કાઢી ચોક સાફ કર્યો ત્યાં બીજે માણસ ખાતેથી પાણી છાંટી ગયો થોડો વખત જતાં કેટલાક માણસોએ ત્યાં આવી જાજમું ઝીલ્લા ગલીચા ગાદીતકીયા બીછાવી વચ્ચે મોટું સિંહાસન મેલી ગયા, અને હજારો મસાલાને પ્રકાશ થઇ ગયે, મેરભાઈ તે રજવાડા જેવી કચેરીનો ઠાઠ ભાળી ભેચકાઈ (આશ્ચર્ય થઈ રહ્યો થેલીવાર જતાતો કાલેખાં પઠાણ બાદશાહી ઠાઠથી વન્સ અલંકાર સજી છતર, ચામર અને નકીબેની હાલે વચ્ચે કચેરીમાં આવ્યું, આવતાં લાખો માણસેએ (ભૂત, પ્રેત, છનાતે) ઉભા થઈ સલામ ભરી, સહુની સલામ ઝીલતો કાલેખાં સિંહાસન નજદિક આવતાં વડ ઉપર બેઠેલા મેરભાઇને નીચે બોલાવ્યો, મેરભાઈ આવતાં કાલેખા બહુજ ભાવપૂર્વક પ્રેમથી બથમાં લઈમળે અને કહેવા લાગ્યો કે “મેરા દાસ્ત આયા, મેરા ભાઈ આયા” એમ કહી ઘણા સત્કારથી પોતાની બાજુમા સિંહાસન ઉપર બેસાડ્યો, સહુ જીનાતે તેની સલામ લીધી, કોલેખાંએ આવી હાલત થયાનું કારણ પુછતાં, મેરભાઈએ સર્વ હકીકત કહેતાંની સાથે પોતાના વિવાહ થવા વિષેની પણ વાત જણાવી, કોલેખાં બોલ્યો કે “યું હમેરા ક્યા નહિં કીયા? સબ ભેંસાં મરગઈ? અચ્છા તેરી સાદી હતી હૈ તે હમ જાનમેં આયર્સે કર્યું સાથ લે જાયગે કે નહિં? ” મેરભાઈએ હા કહી અને પિતાની દુબળ સ્થિતિ જણાવી. કોલેખાંએ એ વખતેજ દરેક જીનેને હુકમ કર્યો કે “તુમે એક એક સુનકી અસરફી મેરભાઇ ભેટ કરે એર સાદી કે બખ્ત દુસરા હાથઘરેસેં. હેંગે” નાતના બાદશાહના
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy