________________
પ્રકરણ ૫મું] જામનગરનું જવાહર.
૧૩૩ ઝિમ શહેનશાહ સપ્તમ એડવર્ડ સાહેબે જોધપુરના કવિરાજજી મુરિદાનજીને મહામહપાધ્યાયનો ખિતાબ એનાયત ફરમાવ્યો હતો.
બારઠજી અને ગઢવી શબ્દનો અર્થ:-પિતાના યજમાન ક્ષત્રિઓના દ્વાર પર ચારણે હઠ કરીને પોતાનો લાગ લેતા હોવાથી દ્વારા શબ્દનું અપભ્રંસ બાર. એટલે બાર પર હઠ કરી, લાગ લેવા વાળાઓ હવાથી બારહઠજી કહેવાયા. તે ઉપરથી મારવાડમાં બારહઠ શબ્દ પ્રચલિત થતાં, તેનો અપભ્રંશ કચ્છ તથા હાલારમાં બારેટજી થયો. નહિંતર બારોટ એ શબ્દ વહીવંચા ભાટ (ડાંગરાઓ) ને સંબોધવાને છે. તેમજ ગઢવીર એટલે વિરતાને ગઢ એ ઉપરથી ગઢવી શબ્દ પ્રચળિત છે.
– ચારણામાં થયેલા. ભાષા કવિ (ગ્રંથકારે)ની નામાવલિ –
અવતાર-ચરિત્ર કર્તા મહાત્મા નરહરદાસજી, વંશભાકર-કર્તા કવિરાજ સુર્યમલજી, પાંડવ યશેટુ ચંદ્રિકા-કર્તા માહાત્મા સ્વરૂપદાસજી, હરિરસ-કર્તા મહાત્મા ઇસરદાસજી, ઉમર કાવ્ય-કત માહકવિ ઉમરદાનજી,ઈતિહાસ મેદપાટકર્તા મહામહેપાધ્યાય કવિરાજ શામળદાનજી, વીરકાવ્ય-કર્તા કવિરાજ ફતેહકર્ણજી રાજપુતાના. ઇતિહાસ-કર્તા પંડિત રામાનાથજી રતનું બી, એ. એલ. એલ. બી. શિરોહીને ઇતિહાસ-કર્તા કવિરાજ નવલદાનજી, વીરવિનોદ (કર્ણ–પર્વ) કર્તા-કવિ મહારાજા ગણેશપુરીજી પ્રતાપયશ-કર્તા કવિરાજા દશજી, આઢા, બ્રહ્મવિલાસ, બ્રહ્માનંદ કાવ્ય સુમતિ પ્રકાશ, ધર્મવંશ પ્રકાશ, નીતિપ્રકાશ આદિ અઢાર ગ્રંથના કર્તા સ્વામિ શ્રી બ્રહ્માનં. દજી, (લાડુ ગઢવી) યશવંત ભૂષણકર્તા મહામહોપાધ્યાય કવિરાજાજી મુરારિદાનજી, જોધપુર જશુરામ રાજનીતિ કર્તા કવિરાજ જશુરામજી, વિભાવિલાસ, વિજય પ્રકાશક કવિરાજ વજમાલજી મહેડ, તખ્તસિહ ચરિત્ર, ભાવભુષણ, પિંગળ કાવ્ય વગેરેના-કતો રાજકવિ પીંગળશીભાઈ ભાવનગર. એ ગ્રંથકારો ઉપરાંત પરચુરણ કાવ્ય છેદે રચનાર ઘણાં ચારણ કવિઓ થાય છે, પુરૂષોત્તમ ચરિત્ર દ્રોપદી વસ્ત્રાહરણ, રૂમણિ હરણ આદિ કાવ્યના કર્તા કવિરાજ ભીમજીભાઈ રતનું. તથા વળા રાજકવિ કારણભાઈ પાસે લખીત પ્રાચિન કાવ્ય સંગ્રહ છે. આવા અનેક ગ્રંથકાર થયા છે અને છે કેટલાએક ગ્રન્થ અપ્રસિદ્ધ છે. પૂર્વના ચારણો તપ, વિદ્ય, બળ અને વૈર્યની મુર્તીઓ. હતા. જેમાં અનેક સદ્દગુણોને સમુચ્ચય હોય તે દેવકુળ ચારણ કહેવાય. તે વિષે મારા વિદ્યાગુરૂ પુરોહિત-કવિશ્રી ગવરીશંકર ગેવિંદજી મહેતાએ નીચેનો છપય કહેલ છે કે --
चारण चतुर गणाय, चारण धर्म न चुके । चारण सिद्ध सुहाय, मरे पण टेक न मुके ॥ चारण सत्याचरण, शाख श्रेष्ट चारणनी।
चारण किर्ती शुद्ध, शाम धर्म धारणनी ॥ . कारण विलोकी शुभ कार्यनी. धीर तजे नहिं धारणा ॥ प्रजा राज हित प्यार शुभ चुक्या नहि चारणा ॥१॥