SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫મુ] જામનગરનું જવાહર. ૧૧૫ આદિત્યરામજી હીન્દી કાવ્યો પણ રચતા એમ કહેવામાં આવ્યું છે તેથી તેના નમુનાનાં બે કાવ્યો આ નીચે આપેલાં છે सजन सुजान जानी सुनो सबे साची कहों, नारी ओर नाली एन श्यानी बनी बाली है।। देखतकी श्यानी पर म्होतकी नीशानी फेर, करे धुर धानी जम जातनाकी ज्वाली है।। आवतकी आछी फेर फुटतकी पाछी परे, रविराममांहि तम उपर उजाली है। एक नाली लगे गीरी गाढसे गीरत जात, कोन गत होत आकों लगत छीनाली है।।१ | | સવૈયા છે. स्वाधिन है घरकी घरुनी, बरनी रविराम सुरुप सराहे । तोउ कुजात कुनारीको संग, करे सोइ नीचमें नीच खराहें । ज्यों सरपूर भरे जलकों तजी, काकपीए पयकुंभ भराहे । गारीही खात झपाठही जात, पुनी फीर आत न लाज जराहे॥५॥ || અન્નદગુરૂ આણદાબાવા છે પ્રાતઃ સ્મરણીય પરોપકાર પરાયણ સંત શિરોમણિ મહાત્મા શ્રી અનદગુરૂ અથવા આણદાબાવા કે જેઓનું સદાવૃત જામનગરમાં પ્રચલિત છે. અને જે સ્થાન “આણદાબાવાનો ચકલો” એવા નામથી સુપ્રસિદ્ધ છે. એ શ્રીસદગુરૂનો જન્મ આજથી અઢી વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર ધોરાજી નામના ગામમાં શ્રીમાળી વૈશ્ય સની જાતીમાં પરમ ઉદાર આણંદજીના નામે થયો હતો. આનંદજી કાંઈક સમજણું થયા, ત્યારથી જ તેમની સાધુ સંત ઉપર અપાર પ્રીતિ હતી ઘેર કેઈ ભકત ભિક્ષુક યાચવા આવે તેને અન્ન આદી પોતે જ દેડી આપતા કંઈક અક્ષર જ્ઞાન મેળવી સ્વજાતીય ધંધો રોજગાર શીખ્યા. અને મજુરી કરી જે કાંઇ મેળવતા, તે ઘેર ન લાવતાં માર્ગમાંજ સાધુ સંતોને આપી દેતા. આનંદના આ કૃત્યથી તેમના માતા પિતા વિચારમાં પડી જતાં અને કહેતા જે ભાઈ? આપણે કાંઈ ઘનવાન નથી જે સાધુઓને સર્વસ્વ આપી દઈએ હજુ અનેક વ્યવહાર અપૂર્ણ છે. તારાં લગ્ન વગેરે બધુ બાકી છે. જે તું આમ કરી કમાણી ઉડાવી દેશે આપણે ગૃહવ્યવહાર શી રીતે ચાલશે ? માતા પિતાના આવાં વચનો સાંભળી આનંદે પ્રત્યુત્તર આપે જે એ સઘળી ચીંતા મારે પ્રભુ રાખે છે. બાકી મારા પાસે યાચના કરનારને હું નિરાશ જવા દઈશ નહિં આપણને ખાવા જેટલું જોઈએ. સંગ્રહ કરવાની શી જરૂર છે? પ્રાણી માત્ર આપણું કુટુંબી છે, એ ભૂખ્યા રહે, અને આપણે ઉદર પુતિ કરીએ તે મહાન અનર્થ કહેવાય. બાળકના આવા ઉદાર વચને
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy