SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫મું] જામનગરનું જાહીર. ૧૦૩ હતી, બહાર ગામના માણસે, ભટછ ગામમાં આવ્યા છે એમ ખબર પડે કે તેમને તબિયત બતાવવા દેડાદોડ કરતા ભટ્ટજી એક વખત મુંબઈ ગયેલા ત્યાં એ વખતે રા. મથુરાદાસ લવજી કરીને એક સુધારક શેઠ પ્રસિદ્ધ હતા, એમના ઘરમાં કોઈ બાઈને પેટમાં સખ્ત દુખાવો ત્રણ દિવસથી થતો હતો. ડોકટરોની દવા ચાલુ હતી. તેને રા. જટાશંકર ભાઈ સાથે ભટજી પણ જોવા ગયા. એમને જોઇને ભટજીએ દવા આપી અને એક કલાકમાં તેને આરામ થઈ ગયે, શેઠને તથા બીજા વૈદ્ય દાકતરોને ભટની ચિકિત્સા ચમત્કારી લાગી. જામનગરમાં મેતા દેવરામ કરસનજીની ઓળખાણ વાળી એક બાઈને ભય લીધી હતી. ત્યાં ભટજી મુંબઇથી આવ્યાના ખબર તેને થતાં દેવરામ મેતાજી તેડવા ગયા. ભટજી હજી ઉંટ ઉપરથી ઉતર્યા હતા. તે વખતે રેલવે વઢવાણ સુધી હતી.) અને મુસાફરીના લુગડાં બદલ્યા ન હતાં ત્યાં તેઓના કહેવાથી કેસની રિથતી જાણી, એમને એમ તેના સાથે ગયા. ને રસ્તામાંથી એક વાણંદીયાણીને બોલાવી લીધી અને એ બાઈના હાથથી દરદી બાઈને પીચકારી મરાવી, દવા દુકાનેથી મંગાવી ખવરાવી અને એક કલાક રોકાઈને બાઈને આરામ જણાયા પછી ઘેર ગયા અને એ બાઈ જવી ગઈ. એક નીચેના કેસમાં દવાની વિચિત્ર શેધનો દાખલો છે કે જામનગરના રણછોડજીના મંદીરના પુજારી વલભરામને મોઢામાં કાંઈ એવું દરદ થયું કે ત્રણ ઉપવાસ થયી કાંઇ ખવાય નહિં. બોરી શકાય નહિ એવી સ્થિતી હતી ત્યાં ભટ્ટજી દર્શને આવ્યા એટલે બોલવાની શકિત નહિં હોવાથી લખીને ભટજી આગળ બધી વાત કરી, ભટ્ટજીએ તેને કાંઈક ઔષધ આપ્યું. તેથી તેને એકજ કલાકમાં બધી પીડા મટી જઈ અને અનાજ જમ્યા હતા. તે પુજારીના પિતાને ઉંદર કરડવાથી ઉંદરવા થઈ, ત્રણ મોટા ગડા થયા. અને બહુ પીડ થવા લાગી ભટ્ટજીએ છ માસ દવા કરી અને બાવાભાઈ તથા શંભુભાઇને ભટ્ટજી તેડી લાવ્યા તેઓએ એક માસ ઔષધ આપ્યું પણ કાંઈ ફેર પડયો નહિં. ત્યારે ભટ્ટજીએ ફરી પિતાના હાથમાં તે કેસ લીધો અને સુધારા ખતાના ઉપરીને કહી બીલાડીની દાઢ મંગાવી, એ ગડા ઉપર ચોપડાવી જેથી બે કલાકમાં તે ત્રણેય ગડા ફુટી જતાં, તે દરદમાંથી તેઓ સાવ મુક્ત થયા. (એ રીતે મીંદડીના હાડકાને લેપ કરવાનું વાભટ્ટમાં ઉ. અ. ૩૯ શ્લેક ૩૨માં કહ્યું છે.) જામનગરના રહિશ નાગર ગૃહસ્થ મોતીરામ રાણીના જયેષ્ઠ પુત્ર ઉદયશંકર ભાઈએ ભટજીને દરબારમાં વાત કરી કે “મારા પિતાશ્રી હવે આખરના શ્વાસ લ્ય છે, આજે અમે એમના હાથે છેવટના દાન કરાવ્યાં છે. અને અત્યારે ગોદાન એમને હાથે કરવાની ગોઠવણ કરી હું અહિં આવ્યો છું. આપના દર્શનની તેઓ બહુ જંખના કરે છે. તેથી ભટજી તેઓ સાથે તેમને ઘેર ઘયા. ત્યાં મેદાનની ક્રિયા થતી હતી. પિતાને ત્યાં બે ચાર ગાયો હતી, તેમાંથી એક ગાયનું બ્રાહ્મણને દાન આપી, એ શ્રદ્ધાળુ નાગર ગૃહસ્થ બે માણસેના ટેકાથી ગાયની પછવાડે બે ચાર ડગલાં ચાલીને ગાયની પ્રાર્થના આંખમાં આંસુ લાવી કરતા હતા કે “મેં તને ઘણીવાર લાકડીઓ મારી હશે. પાણી તથા ખડ વહેલું મોડું આપ્યું
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy