SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનુ જવાહીર. ૯૭ મેકલીને તેની દવાથી તેની ઉધરસ મટાડેા શાહજાદાની આજ્ઞાથી નિમણીએ મહારાજનું શરિર તપાસ્યું અને પછી કહ્યું કે “આ ઉધરસ નિર્મુળ તા નહિં જ થાય. પણુ આપ કહા તે પ્રમાણે એક, બે, કે ત્રણ વર્ષાં સુધી ફરી ન આવે તેવી દવા આપું. મહારાજને તે વાત માનવામાં ન આવી, એટલે તેમણે એક વર્ષ સુધી ઉધરસ ન આવે તેવી દવા માગી. તેથી દિનમણીએ એક ગેાળી આપી પથ્ય બતાવ્યુ' એ ગોળી ખાધા પછી મહારાજને ઉધરસ નજ આવી. શાહજાદાએ આ ચમત્કાર જોયા એટલે પેાતાને માટે વાજીકરણ ઔષધની માગણી કરી. દિનમણી શાહજાદાની પ્રકૃતિ જાણુતા હેાવાથી અને પથ્ય ન પાળવામાં આવે તેા ઉગ્ર વાજીકરણનું પરિણામ નુકશાન કારક આવે, એવું હેાવાથી તેમણે ઘણી રીતે સમજાવ્યા, પણ શાહજાદાએ હઠ લીધાથી, છેવટે દવા આપવાનું સ્વીકાર્યું. પણ પથ્ય માટે સખ્ત ચેકી પહે। રાખવાની ખીજા અમીરા પાસેથી કમુલત લીધી, 'સસલાનું માંસ, ગાળતા દારૂ, અને સ્ત્રી સંગ, એ ત્રણથી સાવચેતી રાખવાની હતી. એ વાજીકરણ પ્રયાગ સાત દિવસનેા હતેા. પણ વાંની ગરમીને લીધે શાહજાદાથી રહેવાયું નહિ. તેથી પાંચમે દિવસેજ તેણે એ ત્રણેયના ઉપયાંગ કર્યાં. પરિણામે શાહંજાદાને આખે શરીરે મેાટા ફોડલા ઉપડી આવ્યા, તેથી આખી છાવણીમાં હાહાકાર થઇ રહ્યો, નિમણીને તપાસ કરતાં પથ્ય ન પળીયાની ખરી વાત માલુમ પડી એટલે 'હુમણાં જ ગલમાંથી દવા લઇ આવું છું” એમ કહીને તે છાવણીમાંથી નાસી ફ્રુટયા, અને શાહજાદા મરી જવાથી કરી જાહેરમાં આવી શકે તેમ ન હેાવાથી તેઓ યાગી વેષે છુપાતા ફરતા હતા. જે મહારાજની દિનમણીએ ઉધરસ મટાડી હતી. તે વૈષ્ણવાચાર્ય ક્રૂરતા કરતા જામનગર આવ્યા. તેમની પાસે હંમેશાં કાશીરામ ભટ સાંજે એસવા જતા. એક વખત સહુ એઠા હતા, ત્યાં મહારાજને સખ્ત ઉધરસ આવી. તે ઉપરથી વાત નીકળતાં, બાદશાહના દિનમણી નામના વૈધે પેાતાની ઉધરસ કેવી રીતે મટાડી હતી. અને તેના કહેવા પ્રમાણે બરાબર એક વર્ષ સુધી ઉધરસ નહેાતી આવી, તથા તે વૈધને છાવણીમાંથી કેવી રીતે નાસી જવુ પડયુ... તે સધળી વાત કાશીરામ ભટ વગેરે મડળને કરી. ત્યાર પછી કાશીરામ ભટ્ટે મહારાજને ખાનગીમાં કહ્યું કે આપ વર્ણન કરા છે। એવા એક માણસ છ માસથી મારે ત્યાં આવી ઉતર્યા છે અને મને વૈદુ' શીખવાનું કહે છે. એ સાંભળી માહારાજ ત્યાંથી કાશીરામ ભટ્ટ સાથે તેમને ઘેર આવ્યા અને જોયું તે તે પોતેજ ‘દિનમણી’ મહારાજે પેાતાની ઉધરસની કિકત કહી, ક્રૂરી દવા આપવાની વિનંતી કરી, પણ દિનમણીએ કહ્યું કે “મારી બધી દવાઓ તે। એ શાહજાદા સાથે ગઇ માટે લાચાર છું. હવે એવી દવા તેા નહિ મળે પણ કાશીરામ ભટ્ટને લખાવું છું તે દવા જ્યાં સુધી લીધા કરશે ત્યાં સુધી દરદ જોર નહિ કરે.” છેવટ દિનમણીએ વિનંતી કરી કે “તમારા સિવાય મને અહિં કાઇ એળખતું નથી. માટે તમે મારૂં નામ કે મારી વાત બહાર ન પાડશેા.” એ દિનમણી વૈદ્ય આગળથી કાશીરામ ભટ્ટ ભાવપ્રકાશ પુરા ભણ્યા. અને દિનમણી વૈદ્ય દવાઓના (અકસીર પ્રયેાગા વગેરેના) કેટલાક ખરડાએ પણ કાશીરામ ભટ્ટને ઉતારી આપ્યા હતા. એ દિનમણીનું કૃપાપાત્ર પુરાતની વદક એ કુટુબમાં આસરે ૨૦૦ વર્ષોથી આજ સુધી ચાલ્યું આવે છે. એ કાશીરામ તે ઝંડુભટજીના પિતામહના પિતામહ થાય.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy