SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ વિતીય ખંડ કરાનમાં જે વખતે ઉત્પન્ન થવાનું લખેલું છે તે જ વખતે પધાર્યા છે. વગેરે કહી તેમણે કેટલાક ચમત્કારો બતાવ્યા, અને ઉપદેશ આપ્યો તેથી બાદશાહના કેટલાક નાકરે અને જાબી માણસો ઘણું આશ્ચર્ય પામ્યા. દિલ્હીમાં થોડો વખત રહી તેઓ ઉદેપુર આવ્યા, ત્યાંથી મંદસર થઈ ઉજજન આવ્યા. એ વખતે ઘણાં શિષ્યો સાથે હતા. ઓરંગાબાદના રાજાને બંધ કરી શિષ્ય કર્યો. રામનગરના રાજાએ પણ ઘણી આગતાસ્વાગતા કરી હતી. ઔરંગજેબ બાદશાહે પિતાના માણસો પાસેથી સાંભળ્યું કે “અહીં કોઈ મહાત્મા પધાર્યા હતા” તેથી તેણે શેખનીદર નામે સરદાર અને શેઠ ભીખા નામે અમલદારને લશ્કર સાથે તેડવાને મોકલ્યો તેમને શ્રીપ્રાણનાથજીએ ઘર્મોપદેશ કર્યો. તેથી શેખનીદર અને તેમની સાથેના સર્વે મુસલમાની ધર્મ ત્યજી પ્રાણનાથજીના ધર્મમાં આવ્યા. ઔરંગજેબ પણ તેનાં ઉપદેશ, અને ચમત્કારથી છક થઈ ગયો હતો. કરણપટ્ટણથી મહારાજા છત્રસિંહજીએ તેમને તેડવાને માણસે મોકલ્યા તેથી તેઓ ત્યાં ગયા. રાજાએ તેમનું ઘણું સન્માન કર્યું, અને પોતાના કુટુંબ સાથે તેણે તે ધર્મ સ્વીકાર્યો, ત્યાં તેઓ ઘણો વખત રહી ધર્મની સ્થાપના કરી, ચિત્રકેટની આસપાસના ઘણાં રાજાઓને પણ પિતાના ધર્મમાં લીધા પછી કાપી શહેરમાં આવી એક સભા ભરી ધર્મોપદેશ કર્યો. એ રીતે ઘણાં દેશમાં પ્રણામી ધર્મને ફેલાવો કરી વિ. સં. ૧૫૧માં પન્ના બુંદેલખંડમાં તેઓ પરમધામમાં ગયા. ત્યાં તેઓની સમાધિ પર તેમના શિષ્યાએ લાખો રૂપીઆ ખચ એક મોટું મંદીર બાંધેલું છે. તેનાં પુજારીઓને ધામી', કહે છે, છત્રસાલજી મહારાજ પછી તેના વંશના કેટલાક રાજાઓ એ ધર્મમા હતા. રાજા ગાદિએ બેસતી વખતે પ્રથમ તે મંદિરમાં જઈ તિલક કરાવે છે. અને તે પછી ગાદિએ બેસે છે. તેમજ રાજાઓએ વર્ષના એક દિવસે મંદિરમાં દર્શને આવવું એવી ફરજ છે, અને તેને સેવા કરવાનો હક છે. નોતનપુરી જામનગરમાં જે સ્થળે શ્રીદેવચંદજી મહારાજ સમાધિ લગાવતા હતા. એ જગ્યાએ હાલ સુશોભિત મોટું મંદિર છે. એ મંદિરની લગભગ એકે ખીજડાનું મેટું વૃક્ષ છે. તે ઉપરથી તેને ખીજડા મંદિર. કહે છે. એ પંથના અનુયાયીઓ એક બીજાને મળે ત્યારે પ્રણામી કરે છે. તે ઉપરથી તે પ્રણમી-પ્રણામી ધમ પણ કહેવાય છે. તેમજ તેને મેરાજપથ પણ કહે છે. મેરાજ સંદેશો લાવનાર તેવો અર્થ થાય છે. શ્રીદેવચંદજીના પુત્ર બિહારીદાસજીને જેઓ માને છે, તેઓએ પિતાની ગાદિ ચાકળા ઉપર સ્થાપન કરી તે ઉપરથી તેઓ ચાકળાપથી કહેવાય છે. અને તેના મંદીરને ચાકળાં મંદીર કહે છે. શ્રીદેવચંદજીએ તથા શ્રી પ્રાણનાથજીએ પ્રગટ '* સાંભળવામાં છે કે મહારાજશ્રી દેવચંદજીએ ખીજડાની ડાળખીનું દાતણ કરી, તેની બે ચીરોને ત્યાં જમીનમાં બોડેલી તેનું વખત જતાં વૃક્ષ થયું અને બન્ને ચીરો સાથે મળી એક થડીઆનું વૃક્ષ થયું. જે હાલ મંદીરમાં સેંસરૂ કાઢેલું છે. અને તે પૂજ્ય ગણવામાં આવે છે. તેમજ જોવામાં પણ નીચેના મુળીયાના ભાગમાં બે જુદા ફાંટાઓ કુટી ઉપર જતાં એક થયેલા જણાય છે. ત્યાં એક આળીયો છે, જેમાં ધુપ દીવાના પાત્રો રહે છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy