SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ :: ] પ્રકરણ ૪થું] જામનગરનું. જવાહર. વર્ષે રહી. ત્યાં જ દેહોત્સર્ગ કર્યો હતો. મોડા ગામની નદિમાં કરમદી ધુને છે. ત્યાં સ્વામિ નારાયણ અનેક ભકતો સાથે ઘણો વખત નાહ્યા છે. જેના પ્રભાવે ભયંકર દુષ્કાળના વખતમાં પણ તે ઘુનામાંથી પાણી ખુટતું નથી. ઉપરના દરેક સ્થળે એ સંપ્રદાયના હજારે યાત્રાળુઓ દર વર્ષે યાત્રાએ આવે છે. સ્વામિનારાયણનું સંપૂર્ણ જીવન વૃત્તાંત દ્વિતીય ખંડમાં લેધીકા તાલુકાના ઇતિહાસમાં આવી ગયેલું હોવાથી અને માત્ર જામનગર સ્ટેટમાં આવેલાં પ્રાસાદિક સ્થળે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મુહલાં સરકારની ગાદિ હાલ મુંલા સરકારની ગાદિ સુરતમાં છે. પરંતુ અગા ઉના વખતમાં તે ગાદિ જામનગરમાં હતી. તે વિષે ઇતિહાસ એ છે કે – જામન-.. નગરની વહેરા કામમાં મુલ્લાં રાજે નામના એક સખી ગૃહસ્થ હતા. તેઓ પવિત્ર હતા, અને નેકી ટેકીથી પોતાનું સાદું જીવન ગુજારી ખુદાની બંદગી કરી પાંચ વખત નિયમીત નિમાજ પડતા એક સમયે સાંજને વખતે પોતે કામગીરીમાં હોવાથી મગરેબની નિમાજના વખતમાં મેડા થયા. તેથી ઉતાવળમાં ત્યાંથી ઉઠી કુવા કિનારે જઈ વજુ કરવાના પાણું ; માટે ડેલ, કુવામાં નાખી ખેંચી ડોલ બહાર આવતાં. પાણીને બદલે સાચાં. મોતીની ભરાઈ આવી. જોતાં જ તેઓએ મોતી પાછાં કુવામાં ફેંકી પાણી મેળવવા ફરી ડેલ કુવામાં નાખી, ડાલ ખેંચતા ફરીથી પણ તે મેતીની ભરાઈ આવતાં તે નહિ , લેતા ફરી એકવાર ડેલ કુવામાં ઉતારી પ્રભુ (ખુદા)ની પ્રાર્થના કરી કે “ હે ખુદા મારે નિમાજનો વખત જાય છે. મને માફ કર હું તારો બંદ છું. મારે મોતીની તમન્ના નથી, અત્યારે પાણે જોઈએ છીએ. અને બીજી આપની મહેર જોઈએ છીએ. ઉપર મુજબ કહી કુવામાંથી ડોલ ખેંચતા પાણી ભરાઈ આવ્યું, તે લઈ વજુ કરી નિમાજ પડયા. નિમાજ પડતી વેળાએ તેને એવો ભાસ થયો કે, કોઈ અંતરીક્ષથી કહે છે કે “ તારી ઓલાદ (બેટા ) ઉપર મારી મહેર છે. તેને મુલ્લાં સરકારને વારસો મળશે, ” તે હકિકતને કેટલાક વર્ષો વિત્યા પછી અમદાવાદને એક શ્રીમાન શેઠ હજારો માણસનો સંધ કાઢી યાત્રાએ નીકળેલ તે જામનગરમાં આવતાં ખચ ખુટ થયો, અમદાવાદથી તેણે રુપીઆ મંગાવેલ પણ વરસાદને લીધે સાંઢીયાએ હજી આવેલ નહિ. તેથી જામનગરમાંથી કોઈ ધનાઢય વેપારી આગળથી પૈસા મેળવવાનું ધારી, નાગમતિ કિનારે સંધને ઉતારો. કરાવી પોતે કાલાવડના દરવાજેથી ગામમાં આવ્યો તે દરવાજામાં મળનાર કોઈ માણસને સારા ગૃહસ્થનું નામ પુછયું. જવાબ આપનાર વિદન સંતોષી માણસે મશ્કરી ખાતર મુલ્લાં રાજે નું નામ આપી છેટેથી તેનું ઘર બતાવ્યું અમદાવાદને શેઠ તેના વચન ઉપર વિશ્વાસ, લાવી મુલાંરાજે પાસે આવી પોતાની હકિકત જણાવી ઉછીના રુપીયા માગ્યા, . મુલ્લાં સાહેબે તે વખતે નિમાજને વખત હેઈ, વજુ કરી નિમાજ પડવા મુસલ્લો : બીછાવી રહ્યા હતા તે શેઠની વાત સાંભળી. તાજુબ થયા. ઘડીભર વિચારી, નિમાજ, પડતાં સુધી શેઠને એરારીમાં બેસવાનું કહી, પિને ઘરમાં નિમાજ પડવા લાગ્યા. નિમાજ, પૂર્ણ કરી ખુદા આગળ દુવા ગુજરી કે “ હે ખુદા મારી લાજ રાખવી તે તારા હાથમાં
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy