SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ પ્રકરણ કહ્યું જામનગરનું જવાહર પુર્વમાં શહેરમાં બેડીના દરવાજા આગળ મોટા ત્રણ શિખરવાળું સ્વામિનારાયણનું મંદિર છે, જે દરેક શિખર ઉપર સુવર્ણનાં ત્રણ ત્રણ કળશો છે. કે જેવા કળશો હાલ જામનગરમાં બીજા મંદિરો પર નથી. તેમજ ત્રણેય શિખરોને છાજલી સુધી સફેદ આરસ ચોડેલ છે. ભેંયતળીયે અને પ્રદિક્ષીણામાં પણ આરસ છે. સામી બાજુ હરિમંદીર છે. જેમાં સાધુઓ રહે છે. ત્યાં ભોંયતળીએ ઝીણી “ચીની એવી તે નમુનેદાર કુલવેલ ભરી ગોઠવી કાઢી છે કે માણસે જોતાંજ આશ્ચર્ય સાથે વિશ્રાંતિ પામે. શિખરબંધ દહેરામાં રાધાકૃષ્ણની સુંદર મૂતઓ છે. અને બાજુના દહેરાંમાં સ્વામિનારાયણની પણ મૂર્તિ છે, જે “ ઘનશ્યામ” x મહારાજને નામે પ્રસિદ્ધ છે. એ મૂર્તિઓની પ્રતિષ્ઠા એ સંપ્રદાયના ચોથા આચાર્ય મહારાજશ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજે વિધીપૂર્વક યજ્ઞ કરાવી કરેલ છે. મંદીરમાં સાધુ બ્રહ્મચારીઓ કાયમ રહે છે. તેઓ સ્ત્રી તથા ધનના ચુસ્ત ત્યાગી છે. અને કાયમમંદિરમાં રહી ભગવદ્દવાર્તા કરી ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મુમુક્ષુઓને ઉપદેશ આપે છે. ' x વિ. સં. ૧૯૮૯ના પોષ સુદી એકાદસીને દિવસે એ ઘનશ્યામ મહારાજે એક ઝવેરબાઈ નામની વિપ્ર કન્યાને નીચેને ચમત્કાર બતાવ્યું હતું. “એ બાઈને ઝામરાનો અસાધ્ય રોગ થતાં, એક આંખ બેટી પડી ગઈ બીજી અખમાં પિડા થતાં ડેાકટરોએ ખોટી પડેલી આંખને ઓપ્રેસન કરી ડાળે કાઢી નાખવા સુચના કરી. પરંતુ બાઈને છેડાવત (કાઈ અન્ય પુરુષના વસ્ત્રનો છેડો પણ ન અડવા દેવાનું વૃત) હતું. જેથી એપ્રેશન કરવામાં ધર્મ સંકટ હોવાથી તેમણે ઘનશ્યામ મહારાજની પ્રાર્થના કરી. ભકત વત્સલભગવાને એ બાઈ પર દયા લાવી, ઉપર લખ્યા દિવસે સાંજના સાડાચાર વાગ્યાના સમયે તે બાઈ મંદીરમાં ક્શને આવતાં, સ્ત્રી વેશે તેમને મળી આંખમાં ઔષધનું ટીપું આંજ અદ્રશ્ય થયાં. ત્યારથી તે બાઈ તે આંખે દેખતાં થયાં અને ઝામરવા પણ નાબુદ થયો. એ વાત જામનગરમાં બહુજ પ્રસિદ્ધ છે, બાઈ પણ વિદ્યમાન છે. જે રૂબરૂ મળી મેં ઉપરની હકિકતની ખાત્રી કરી છે. (ઈ) કતા). . . . . . . . . . . ' ' જ ધર્મ ઘુરંધર આચાર્ય મહારાજશ્રી ૧૦૮ શ્રીપતિપ્રસાદજી મહારાજ જામનગર પધાયાં ત્યારે સ્ટેટ તરફથી સામૈયામાં (ચાંદી સોના વગેરેની ગાડીઓ, રથ, પાલખી, બેન્ડ, પલટન, સ્વારો વગેરે) સંપૂર્ણ રયાસતની સ્વારી આપવામાં આવતાં શહેરમાં ફરી આચાર્યશ્રી મંદીરમાં પધાર્યા હતા. તે પહેલાં અગાઉ જામશ્રી વિભાજી (બીજા)ના રાજ્ય અમલમાં ધ.ધુ આચાર્ય મહારાજશ્રી ૧૦૮ વિહરીલાલજી મહારાજ અને કેશવપ્રસાદજી મહારાજશ્રી જ્યારે જામનગર પધાર્યા હતા. ત્યારે પણ સ્ટેટ તરફથી પૂર્ણ સન્માન સાથે સામૈયુ થયું હતું, જામશ્રી વિભાજી સાહેબ માહારાજશ્રીના દર્શને પધાર્યા હતા અને રસોઈ આપી હતી. તેમજ રાજમહેલમાં મહારાજશ્રીની પધરામણી કરાવી અરસપરસ ઉત્તમ ભેટ સોગાદો અપાઈ હતી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy