SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ. [વતીયખંડ કિસ્સા તેમના હાથથી બનેલા તેથી કેાઈએ જગાડવા જવાની હિંમત ધરી નહિં. સાંઢણીસ્વારને તુરત જવાબ આપવાનો હેઈ, તેઓના રાજગોર બ્રાહ્મણે ગળામાં કટારીનું ત્રાગું કરી મેડી ઉપર જઇ, ખેંગારજીને જગાડયાં. અને સામેની બારીમાંથી પોરબંદરના સૈન્યની છાવણી બતાવી. શત્રુદળ જોતાંજ ખેંગારજીને શૂરાતન ચડયું, તેઓ કાયમ એશકે ખુલ્લી તરવાર રાખી સુતા હતા. તેથી તુરતજ તરવાર લઈ પડકાર કર્યો. પણ ગોરે પિતાને જગાડ્યા માટે પ્રથમ તેનુંજ માથું કાપવાનું ધારી તેના ત્રાગાસામું નહિં જોતાં રાજગોરને માર્યા. તેનું લેહી લાગતાં કાયા ધગી ગઈ, તેથી સીડીએથી નહિં ઉતરતાં, મેડીપરની બારીએથી હાથમાં ઢાલ તરવાર લઈ બજારમાં કૂદી પડયા. એ વખતે તેને કમ્મરમાં અસહ્ય પિડા થતાં, ત્યાં જ મરણ પામ્યા. હાલ ત્યાં ખેંગારજી અને ગોરની, એમ બે ખાંભીઓ છે. ખેંગારજી મરણ પામતાં પોરબંદર રાવળને કબજે લઈ ત્યાં થાણું બેસાર્યું. ત્યાર પછી ખેંગારજીના ભાયાતોએ જામનગર આવી જામ તમાચી પાસે મદદ માગી જામશ્રીએ પોરબંદર સામે લડવાના બદલામાં રાવળ પરગણું મેળવી તેમાંના ચાર ગામો ભાયાતને આપ્યાં. (હાલ તે માંહેના. નગડીયું અને ચંદ્રાવાડું નામના બે ગામો તથા બીજા બે ઉજજડ ટીંબાઓ ખેંગારજીના વંશજો ભગવે છે) જામશ્રી તમાચીજીએ ચડાઈ કરી રાવળમાંથી પોરબંદરના થાણાને ઉઠાડી મેલ્યું. અને દરબારગઢ નવો બંધાવી તેને ફરતે મજબુત કિલ્લે કરાવ્યું, તે વિષે હજી પણ રાવળના લેકે નીચેને ચોખરો (ચેસર) બોલે છે. रुडी रोवळमां रध मंडाणी, गढ चुनेरी थाय । जाम बेठो मेडीये, जेठवा फोजु जाय ।। जेठवा फोनुं जायते जाणी, बोखीरे बेठा जामना दाणी। पाणो कांकरो लीधो बरडामांथी ताणी, रुडी रावळमां ॥ १ ॥ એ રાવળ ગામે એક જગપ્રસિદ્ધ બીજી ઐતિહાસિક ઘટના પણ બની હતી તે એકે ખીમરા નામનો રાવળીયા ઓડકનો એક જુવાન આહીર ત્યાં રહેતો હતો. તે ઘણોજ ખુબસુરત હોવાથી જોનારને મેહ ઉત્પન થાય તે હતો ખંભાતથી લેડ નામની એક યુવાન કન્યા પિતાનો પિતા શ્રીમંત હોવાથી મોટો સંઘ કાઢી. દ્વારકાની યાત્રાએ જતી હતી. તે સંઘે સાંજને ટાણે રાવળ ગામે આવી છાવણી નાખી, લોડણ ખંભાતણ કઈ પણ પુરુષનું મેટું જેતી ન હતી. અને તે હજી બાળ કંવારી હતી. પાધરમાં સંધ આવ્યાનું સાંભળી રાવળ ગામની અસંખ્ય સ્ત્રીઓ તે વીદેશી કન્યાને જોવા જતી હતી. ખીમરા આયરને પણ તે કન્યા જેવી ઇછા થઈ, પરંતુ પુરુષના વેશે જઈ શકાય તેવું ન હોવાથી તેણે સ્ત્રીને વેશ ધારણ કરી પિતાની ભાભી સાથે સ્ત્રીઓના ટોળામાં ભળી જઈ લેડણને જઈ મળે. હાલના સુધરેલા જમાનાની પેઠે છેટેથી હાથ જોડી નમસ્કાર નહિં કરતાં બીજમાનને મળવા આવનારાઓ અંતરથી બાથ બીડી ભેટતાં, એ જુની રૂઢી પ્રમાણે દરેક સ્ત્રીઓને લેડથું ખંભાતણ બાથમાં લઇ મળી એમાં સ્ત્રી વેશધારી ખીમરાને પણ બાથ ભરી મળતાં, પુરૂષના અંગને + તેઓનું બીજું નામ અખેરાજજી હતું.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy