SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શ્રીયદુવંશપ્રકાશ. [વતીયખંડ તે સ્થળ ચમત્કારી જાણી. ત્યાં જગ્યા બાંધી નિવાસ કર્યો. મુળીલાના આંબામાં ગંગારામ નામને એક પ્રેત રહેનો હતો. તેને સુઈરામ તથા પ્યારારામ જ્યારે મુળીલા આવ્યા ત્યારે જુનાગઢ લઈ ગયેલા. કેટલાક વર્ષો નાથજી જુનાગઢ ગયા ત્યારે તે ગંગારામને પિતા સાથે લાવી દાણીધારમાં વસાવ્યો હાલ ગંગારામનો ધુણો જગ્યાથી પૂર્વમાં છે અને ત્યાં હનુમાનજી પધરાવ્યા છે. તે ગંગારામ મારફત નાથજીએ કેટલાંએક પરમાર્થિક કામો કરાવ્યાં હતાં, કેટલાએક ચમત્કાર જણાવી, વિ સં. ૧૬૯ના શ્રાવણ વદ ૪ સોમવારે નાથજીએ xભાર જણાઓ સાથે દાણીધારમાં સમાધિ લીધી. હાલ ત્યાં તેઓની સમાધિ સ્થાને બાર નાની દેરી છે, તેમાં નાથજીની મોટી દેરીમાં તેના ચરણાર્વિન્દ છે. ત્યાં સાંજે આરતિ ધુપ વગેરે થાય છે. કેટલાએક બાવાઓ તે જગ્યામાં નાથજીની ટેલ (સેવા) કરવા માટે આવી રહે છે અને આસ પાસના ગામડાઓમાં કાવડ ફેરવી રોટલા માગી લાવી જેને ખપે તેને તેનું સદાવ્રત આપે છે. તેને નાથજીને ટુકડો કહેવામાં આવે છે. આસપાસના ઘણા ગામોમાં તેનું મારું માથું છે અને કાઠિવાડમાં વસતાં ગુર્જર રજપૂતોના ઘર ઉપર તેને અમુક ત્યાં મહંત રહે છે, તેઓના તરફથી તે કર ઉઘરાવાય છે, તે જગ્યાના મહંત ઘરબારી ( ગૃહસ્થાશ્રમી ) નહિં હોવાથી તેમની ગાદિએ તેમણે નકકી કરેલા શિષ્ય ગાદિએ આવે છે. ઉપરની બન્ને જગ્યાઓ (ગની પીર અને દાણીધાર) હિંદુ મુસલમાનના તિર્થોની કાલાવડથી દક્ષિણે છે. સતિમાતાઓ -કાલાવડથી પાંચ છ માઈલ ઉત્તરે સતિયા નામનું નાનું ગામડું છે. ત્યાં અગાઉ ચારણોને નેશ હતો. ત્યાં નવરાત્રીના સમયમાં રાત્રે સ્ત્રીઓ ગરબા ગાતી હતી. તે સ્ત્રીઓના ટોળામાં એક ઘવાએલી રોઝડી આવી પડી પાછળ કેટલાક યુવાનો હતા, તેઓએ રોઝડી મારવા હુમલે કર્યો. તે વખતે ચારણ સ્ત્રીઓએ તેઓને અટકાવ્યા પણ તેઓ નહિ માનતાં, રોઝડીને ફરીથી મસ્તક ઉપર તીર માર્યું. (કઈ વાર્તાકાર કહે છે. કે કોઇ દેવી તે રોઝડી રૂપે નવરાત્રીમાં વિચરતાં હતા.) તેથી તેનું મસ્કત તીર લાગવાની સાથે જ ત્યાંથી ઉડી સમુદ્ર કિનારે પડયું. હાલ રેઝી બંદર પર રોઝીમાતાના નામે તેને મેડી (મસ્તક) પુજાય છે. તે વખતે ગરબા લેતી સાત વીસું ને સાત (૧૪૭) સ્ત્રીઓ તે દેવી રોઝડી પાછળ સતિ થઈ તે ઉપરથી તે ગામનું નામ સતિયા પડયું. હાલ ત્યાં સતિમાતાને સ્થાને કેટલીએક ખાંભીઓ છે. અને ફરતુ બાવળ, ખીજડા, લીંબડા વગેરે ઝાડનું મોટું ઝુંડ છે. તે ઝાડે સુકાય ગયા પછી પણ ગામ લેકે તેનું બળતણ ચુલામાં બોળતા નથી. આસપાસના લકે તે સ્થળે માનતાએ આવે છે. વિ. સં. ૧૯૭૫માં ઈન્ફલ્યુએન્ઝા જે ભયંકર રિગ કાઠિયાવાડના ગામડે ગામડે અને ઘેર ઘેર પહોંચ્યો હતો પરંતુ તે રોગ આ સતિયા ગામે દેખાયો ન હતો. ગામને પાદર મટી નદિ છે. ગામમાં બોરીચા જાતિના થોડાક ઘરો છે. ૪ નાથજી, ગુરૂભાઇ મગ્નીરામ, ગઢવી નારણદાસ, ગઢવીના માતુશ્રી ભીમાબાઈ સાધુ હાથીરામ, સાધુ ગોવિંદરામ, સાકરસનદાસ, સીકેશવદાસ સા૦ ગંગાદાસ, સા. પિતાંબરદાસ, સા. પુરણદાસ, એ અગીઆરની દેરી દાણધારમાં છે. અને મોતીરામ નામના નાથજીના કુતરાની સમાત દાણીધારથી અરધા ગાઉ ઉપર આવેલી છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy