SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રીયદુવંશપ્રકાશ દ્વિતીયખંડ મોટા ભમરાઓ નીકળી બાદશાહી લશ્કરને ડંખતાં તેઓ પડઘમ (મેટાં નગારાં નેબતો) વગેરે ત્યાંજ પડતાં મેલી નાશી ગયા. એ મુસલમાનોએ ભાગતાં પહેલાં ત્યાંની વાવનું પાણી અપવિત્ર કરી તેમાં ગંધક વગેરે નાખી બગાડ્યું હતું. તેથી હવે તે વાવનું પાણી કેાઈ પીતું નથી. ત્યાંની જમીન ઘણીજ રસાળ છે, તે વિષે એક પ્રાચિન કહેવત છે કે:सोरठमां सुपेडी, हालारमां हडीयाj । मच्छुकांठे मोरबी, कच्छमां करीयाj ॥ ઉપરના પ્રદેશમાં તે ચારેય ગામોની જમીન ફળદ્રુપતાને માટે પ્રસિદ્ધ છે હડીયાણાના ખારામાં બાવળ ઘણાં સારા થાય છે. તે ગામે બ્રાહ્મણોના ઘર ઘણાં છે. જામનગરથી જોડીયા સરીસ (મેટર ખટારા) ચાલે છે તે રસ્તામાં હડીઆણ આવે છે. આમરણ–આ ગામ પ્રથમ દેદા રજપૂતોનું હતું. તેમની પાસેથી જામશ્રી રાવળજીએ ૧૫મા સૈકામાં હાથ કરી ત્યાં ગાદિ સ્થાપી. તે પછી મેરૂ ખવાસને તે પરગણું જાગીરમાં મળ્યું હતું. હાલ તે ટને કબજે જેડીયા તાલુકાના પેટા માહલ તરીકે છે. ત્યાં જુને દરબારગઢ છે. તે ગામે દાવલશાપીરની દરગાહ હોવાથી મુસલમાનોની જગાનું મેટું સ્થળ છે. એ પીર ગુજરાતના મહમદબેગડાના ઉમરાવ મલેક મહમદ કુરેશીને પુત્ર હતા. તેનું નામ મલેક અબદુલ લતીફ હતું તે બાદશાહ તરફથી આમરણને કેજદાર થઈ આવ્યો હતો. તેણે આસપાસના દેદા રાજપૂતોને વશ કરવાથી બાદશા મહમદે તેને દાવર ઉલ-મુલકને ઇલ્કાબ આપ્યો હતો. તે શબ્દનો અપભ્રંશ દાવાને દાવલ” થે, તેથી પાછળથી દાવલશા નામ પડયું વિ. સં. ૧૫૬૫માં દેદા રાજપૂતોએ તેને મારી નાખ્યો. તેને તે સ્થળે દફન કરતાં તે હાલ દાવલશાપીર' તરીકે પુજાય છે. ત્યારથી ત્યાં કહેવત ચાલી કે “દાવલથી દેદા ભલા પટીને કીધા પીર બાલંભા:- ગામને ફરતો વિશાળ કીલે છે અને અંદર જુને દરબારગઢ પણ સુંદર છે. ગામના સીમાડા ઉપર બીણુ નામની ટેકરી છે. ત્યાં મીઠા પાણીનું ઝરણું છે. તેને લેકે “ઘણ કુઈ કહે છે. દંત કથા છે કે “જ્યારે જાહલને મદદ કરવા જુનાગઢને રા' નેઘણ સિંધ તરફ જતો હતો ત્યારે તેનું લશ્કર બાલંભાના રણમાં આવતાં, તૃષાતુર થતાં રા' નોંઘણે પિતાની ઈષ્ટદેવીને સંભારી ત્યાં ભાલું મારતાં મીઠું પાણી નીકળ્યું. ત્યારથી તે નોંધણુ કુઈ કહેવાય છે. આ ગામે વિ. સં. ૧૯૩૦માં ભયંકર વાવાઝોડાને ત્રણ દિવસ તોફાન થયું હતું, ત્યારે ત્યાં ૪૫ ઇંચ વરસાદ પડતાં, માત્ર ૨૪ ઘરે બચ્યાં હતાં અને બાકીના પડી ગયાં હતાં. આ ગામે આજી નદી ઘણી દૂર છે, એક ખડખંભાલીઆ ગામની બ્રહ્મકન્યા ત્યાં સાસરે હતી. તે પાણી ભરી આવતાં થાકી જતાં “નદી બહુજ દૂર બળી છે.” તેમ બોલી જવાયું. તેથી તેની સાસુએ મેણું માર્યું કે “તારો બાપ ઘણો શ્રીમંત છે તેને જઈને કહે કે તે નદી ટુકડી લાવે.” તેથી તે બાઈએ પીયર જઇ તેના પિતા ભાણદાસ પંડયા (ખરેડી સમવાયના ઔદિચ્ય વિપ્રોને કહ્યું. જેથી એ ભાણદાસ પંડયાએ આજી નદીમાંથી નહેર (કેનાલ) વાળી બાલંભાના ઝાંપા સુધી લાવી, દીકરીની સાસુને કહેવરાવ્યું કે “ કહે તે તારા ઘરના પાણીઆરામાં નદી લાવું” પછી તે બાઈની સાસુએ માફી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy