SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩જું] જામનગરનું જવાહર. • ગજ અને પહોળાઈ ૧૦ ગજના આસરે છે. તે વાવના ૭ ખંડ છે તેમાં ત્રણેક ખંડ ઉભા છે. દરેકને છે, છ સ્થંભ છે કુવો ગોળ કોઠાના રૂપે બાંધેલ છે, ઘણા વર્ષોની કર્ણ હોઈ તેના ઉપર ઝાડ અને જાળાઓ ઉગી ગયા છે. તો પણ તેમાં પાણું રહે છે. લેકે કહે છે કે તે વાવમાં સેનાની વહેલ (પરસો) નાખેલ છે.” તે વાવ જેના નામના દરજી (સઈ)એ બંધાવ્યાનું કહેવાય છે. તે વાવની નજદીક દરબારગઢના ખંડીઅર લેકે બતાવે છે. તે વાવથી આથમણી તરફ ચાલતાં નવલખા નામનું એક મોટું અને સારી કારીગીરી વાળું શિવાલય છે. તેમાં પિઠી અને બીજી મુર્તીઓ ખંડીત થયેલી છે. તેનું મુખ્ય દ્વાર પુર્વ દીશામાં છે. અંદર જતાં પ્રથમ ઘુમટ આવે છે તે હાલ ભાંગી ગયો છે. તેના આગળ રંગ મંડપ છે તેને બે માળ છે તેના ઉપલા માળે રાસલીલાની મુર્તીઓ છે. નીચલા માળને ૬૦ થંભ છે અને ઉપલાને ૩૬ સ્થંભ છે એ શિવાલયના નીજ મંદીરમાં મુર્તી રહેવાને સ્થળે હાલ માત્ર મોટી જળાધારી છે. તે ઉપરની લીગ હાલ પોરબંદરમાં કેદારનાથ તરીકે ઓળખાતા મહાદેવ) છે, તે દહેરામાં મુતીને પ્રદીક્ષણ કરવાની જુદી સગવડ છે. તેમાં ત્રણ બારીઓ છે. જેમાંથી પ્રદક્ષિણા ફરતાં શિવજીનાં દર્શન થાય છે. દહેરાંને ફરતો માટે મજબુત પડથાર છે. તે દહેરાની લંબાઈ ૭૦ ગજ અને પહોળાઈ ૧૫ ગજને આસરે છે. કાળે કરી સાવ જીર્ણ થતાં તેમાંથી અમુક ભાગો કાયમ નષ્ટ થતા જાય છે. આસપાસ કેટલાક કુવા તથા પુરાઈ ગયેલી વાવે છે. પ્રદીક્ષણની ઉત્તરબારીથી ભાણદરવાજો દેખાય છે. આથમણી બારીથી સુરજમુખી દરવાજે દેખાય છે. દક્ષિણદીથી કંડ તરફના મેટા પહાડ તથા ખેડીયાર દરવાજે (જ્યાં ખેડીયારનું સ્થાનક છે તે) નજરે પડે છે. દહેરાથી અગ્નિખૂણામાં ત્રીકમરાયનું મંદિર છે. તેની ઉંચાઈ ૩૦ ગજના આસરે છે. તે દહેરાની મુર્તી ભાણવડમાં પુજાય છે. હાલ ત્યાં ગણપતિની એક પુરાતની મુત છે. અને ગણેશચોથના દહાડે ઢેલેકેનો ત્યાં મોટો મેળો ભરાય છે. નવલખાની ઉત્તરમાં એક પડી ગયેલ કુ તથા મજીદ જણાય છે. તે સિવાય શહેરમાં કોઈ બીજી મજીદ નથી. તે પછી એક કમાન આવે છે જે ભાગને લેકે દરબારગઢ કે રાજમહેલ તરીકે ઓળખાવે છે. રાજમહેલની બાજુમાં એક મોટો ન્હાવાને જ છે તેને ફરતી નાની નાની કોટડીઓ છે તે જનાનાને પોશાક (કપડા) પહેરવાને માટે હોય તેવું જણાય છે. તે હાજ અને રાજમહેલ વચ્ચે એક ચોક છે. નવલખાની દક્ષિણે વાણુયાવસી છે ત્યાં વાણુયાની વસ્તી હતી. ત્યાં એક પડી ગયેલું જૈનમંદીર છે. તેમાં પાર્શ્વનાથની ખંડીત મુત છે નકશીદાર બાંધણીના ૩૮ સ્થંભો છે, દહેરાને આસપાસ અને અંદર આંબા અને કરમદીના ઝાડ તથા જાળાંઓ છે. વાણીયાવાસીની : દક્ષિણ તરફ જતાં કેટલાંક કુવા તથા દેરીઓ નજરે પડે છે. ત્યાંથી આગળ જતાં એક કુંડ આવે છે તેમાં પાણી છે. તેનો ઘેરાવો ૭૦ ફુટના આસરે છે અને કાંઠા ઉપર ચાર દહેરાં છે જેમાં બે નાનાં અને બે મેટાં છે તેમાં મહાદેવની ફક્ત જળાધારીઓ જ છે. એ દહેરાની પાસે એક ભોંયરું છે તેમાં પ્રથમ બે ત્રણ હાથ રસ્તો પડી ગયેલ છે તેથી આગળ ચ લતાં સારો રસ્તો આવે છે. તે પછી બે ચાર હાથ આગળ ચાલતાં ઉભા થઈ શકાય તેવું છે. જ્યાં ગોળ ઘુમ્મટ છે. એ ભોયરાની લંબાઈ પંદર સત્તર ગજના આસરાની હશે, આગળ જતાં પુરાઈ ગયેલું જણાય છે. ખોડીયારના દરવાજાની દક્ષિણે ડુંગરની તળેટીથી જરા ઉંચે વાવડાખડકી છે તે આગળ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy