SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. (ચતુર્થ કળા) ૫૧ અને લીંબુ ઉછાળ એટલે હંમેશાં લીંબુ ઉછાળતાં નીચે પડે તેટલે વખત મુળરાજ રાજ ચલાવવા લાગ્યું. તેના કાકાની સલાહથી તેણે હંમેશાં એક ભાયાતને જાગીર પોશાક પેરામણ આપી અમીર બનાવવા હુકમ કરતો, ત્યાં લીંબુ નીચે પડે. આમ કેટલેક વખત જતાં ઘણાં ભાયાતોને મોટા જાગીરદાર બનાવી લાખની નવાજેસે કરી. ભંડાર ખાલી કર્યા, અને તેથી સર્વ ભાયાતો તથા અમીરે મુળરાજની ચાહના કરવા લાગ્યા, તેના કાકા બીજે એક બીજી યુકિત પણ સુચવી હતી કે“તારે હંમેશાં માંસના ટુકડા ઉચે ફેંકવા એથી સમળાઓ તે ટુકડાઓ લેવા હરી જશે, અને તારા માથા ઉપરજ હંમેશાં ફર્યા કરશે એ પ્રમાણે કરતાં સમળાઓનો ઘેરે કાયમ મુળરાજના માથા ઉપર ભમ્યા કરતે, એક દિવસ સવારના દરબારમાં જ્યારે લીંબુ ઉછાળવા મુળરાજને હુકમ થયો ત્યારે તેના કાકા બીજની સુચના મુજબ લીંબુ લેહીવાળું કરી ઉછાળ્યું કે તુરતજ લેહીવાળા લીંબુને માંસનો ટુકડો ધારી મમળા ઉપાડી ગઈ. મુળરાજને ગાદી ઉપરથી ઉતરવા સામતસિંહે કહ્યું પણ “લીંબુ નીચે પડે ત્યારેને?” એમ કહી મુળરાજ ઉતર્યો નહિ. બાદ કેટલાક આડખીલી રૂપે આવતા ભાયાતો અને સામતસિંહ ચાવડાનો અંત લાવી મુળરાજ સ્વતંત્ર થઈ અણહીલવાડ પાટણની ગાદી ઉપર બેઠો. . સંવત ૧૯૩૫માં ગીરનારની તળેટીમાં વામનાસ્થળી (વણથલી)માં ગ્રહરીપુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે જામ લાખાને મીત્ર હતો. તેના ઉપર મુળરાજ સેલંકી ચડી આવતાં તેની મદદે આવવા પ્રહરીપુએ જામ લાખાને નોતર્યો જમલાખાને કા સતતી નહિ હોવાથી પોતાના ભાઈના કંવર પુઅરાને રાજલગામ સપી મોટું લશ્કર લઈ પોતાના મિત્ર ગૃહરીપુની મદદે ચડી ગયો અને પોતે વસાવેલા આડકેટ (આટકોટ) ના કિલ્લામાં પડાવ નાખી ગુર્જર નરેશને માર્ગ રેકી બેઠે, ત્યાં ગૃહરીપુ પણ પિતાના લશ્કર સાથે તેને આવી મળેએ કિલ્લાની થોડે દુર ભાદર નદિને મળતો જાંબવા નામના કળા નજદીક મુળરાજ અને ગૃહરીપુના સૈન્યને સામસામો ભેટે થતાં ભયંકર કાપાકાપી ચાલી ગૃહરીપુને હાથી મરતાં ગૃહરીપુ નીચે ઉતરી લડવા લાગ્યો અને દુશમના હાથમાં સપડાયે આ વખતે જામલાખે પોતાના મિત્ર માટે જીવ સાથે લડતો લડતો મુળરાજ સમીપ જઈ તેના ઉપર તલવારનો ઘા કરતાં પાછળથી તેના ભાણેજ રખાપતે આવી સાંગ મારી અને મુળરાજે તલવારના એકજ ઝાટકે લાખાફુલાણીનું માથું ધડથી જુદું કરી નાખ્યું. મધ્યાન કાળે માથું પડયું છતાં હાથમાં તલવાર લઇ લાખે “કબંધ થયો અને સાંજ પડતાં સુધીમાં તો હજારે માણુની સેનાને કાપી નાખી. સાંજરે કોઇએ ગળીયલ કપડું માથે નાખતાં ધડ પડયું. આવી રીતે લાખ ૧૨૫ સવા વરસનું આયુષ્ય ભેગવી દુનિયામાં અક્ષય કિર્તિ જોગવી સ્વર્ગે સીધા. એ વખતનું એક પુરાતની કાવ્ય છે. તેમાં એ લડાઈમાં મરનારની સંખ્યા તિથી વાર અને સક બતાવેલ છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy