SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પહેલુ]. , જામનગર જવાહર પુરમાં (૧) એમ બે છે. તે ઉપરાંત જામનગર તળપદમાં અને તાલુકાના ગામમાં મળી ફર્લોરમીલ તથા ઈમીલ ૨૨૦ છે. જામનગરમાં રગે ચાકલેટ, પેઈન્ટસ, પ્લાસ્ટર ઓફ પારીસ, ગ્લેઝીંપાવડર, રમકડાં, પીપરમેન્ટ અને હાવાવાના સાબુ વિગેરે.સારા પ્રમાણમાં બનાવવામાં આવે છે. પ્રીન્ટીંગ પ્રેસ-સ્ટેટ પ્રેસ (૧) રેલ્વે પ્રેસ (૧) ઉપરાંત બીજા સાત ખાનગી પ્રેસ મળી કુલ નવ ચાલે છે. એક મોટું ઇલેકટ્રીક પાવર હાઉસ છે. જેનાથી આખા શહેરને રોશની પુરી પાડવામાં આવે છે. તથા બીજા કેટલાંએક કારખાનાઓ પણ તેનાથી જ ચાલે છે–આઇસ ફેકટરી (બરફનું કારખાનું) તથાં એક મોટી રેલવે વર્કશોપ છે. : બંદર-અરબી સમુદ્રને કિનારે આ ટેટની સરહદમાં નાના મેટાં ૩૨ બદના બારાઓ [નાકાઓ] છે. તેમાં રેઝી, બેડી, જોડીયા અને સલાયા એ ચાર મુખ્ય બંદર છે. તે સિવારે લાંબા, બેડ, ઝીંઝુડા, ભોગાત, શીકા, સરમત ભરાણું, ખીજડીયું, પિંડારા, અને નાવદ્રા મળી આ બંદરે ૧૦ છે. અને બાકીના ૧૮ નાના છે [૧] બેડીબંદર–મરહુમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબે લાખો રૂપીઆ બંદર સુધારા પાછળ ખચી, નહેરો પહેલી તથા ઉંડી કરવા માટે ડ્રેજર તથા સહેલાઈથી વજનની આપલે કરવા માટે ઉમદા ઇનોર તથા લાખ ગુણી રહી શકે તેવાં ગોદામે, તથા વાયરલેસ ટેલીગ્રાફે, તથા જામનગરથી સમુદ્ર કિનારે બેડીબંદર સુધી ડામર રોડ, તેમજ વીજળીની બત્તીથી સુશોભિત કરી, બેડીબંદરને કાઠીઆવાડનું લીવરપુલ બનાવ્યું છે. તેથી. આજે દુનિયાભરમાં બેડી, બેડીટે એકી અવાજે બેલાઈ રહ્યું. તેનો દાખલો લેતાં આજે ગાયકવાડે ઓખાપોર્ટ, ભાવનગર, જુનાગઢ, રિબંદરે અને મેરબીએ નવલખી આદિ બંદરને જીર્ણોદ્ધાર કરે શરૂ કર્યો. ઇ. સ. ૧૯૭૧માં બેડબંદરને કિનારે ૧,૫૨, ૩૯૩ ટન જેની કિંમત રૂપીઆ ૨,૪૧,૭૧,૧૪૬ થાય તેટલો માલ આયાત થયો હતો, અને ૩૯,૮૨૯ ટન જેની કિંમત રૂપીઆ ૭૧,૩૦,૭૬૮ થાય તેટલા માલને નિકાશ થયો હતો. [૨] જેડીયા બંદર–એ પુરાતની બંદર હેઈ, મેગલ શહેનશાહતના સમયમાં એ બંદર સારાએ સૌરાષ્ટ્રમાં મુખ્ય હતું. તેને વેપાર ઘણેજ બહેળો હેવાથી ત્યાંના વહાણે જંગબાર, મસકત, બસરા વગેરે ઘણે છે. જા” આવ કરતા. અહિંની નાળમાં અમાસ પુનમની ભરતીનું ૧૬ ફીટ. પાણી ચડે છે. અને સાધારણ ભરતીનું ૧૦ ફીટ પાણી ચડે છે. નાળના કાંઠા ઉપર હેડીયા મેરા” પાસે સ્ટેટ તરફથી ૧૦૦૦ ફીટ લાંબો અને ૨૦૦ ફીટ પહોળો કુરજે બંધાવવામાં આવેલ છે, જેથી વેપારીલેકેને માલ ચડાવવા ઉતારવાની પુરતી સગવડ છે, [૩] સલાયા બંદરઆરબી સમુદ્રમાં મુંબઇથી કરાંચી સુધીના બીજા બંદરોથી સલાયા બંદર સર્વથી ઉત્તમ છે, તેની નાળ આસરે ૫ માઈલ લાંબી છે. તેના મોં આગળ કાળુભાર નામના ટાપુ ઉપર સ્ટેટ તરફથી એક દિવાદાંડી બાંધવામાં આવી છે. પરડીયા ગામના થડમાં વિલાયત જવા આવવાવાળા મોટા વહાણે સ્ટિીમર ઉભા રહે તેવી સગવડ છે ધનની હુઈને લીધે નાળમાં બહુ સુરક્ષિત જગ્યા છે. દરિઆમાં ગમે તેટલું તોફાન હેય તે પણ અહિં કાંઈ હરકત થવા સંભવ નથી. અમાસ પુનમની મેટી ભરતી વેળાએ ૫૦૦ ખાંડીના મછવા ઠેઠ સલાયા ગામના દરવાજા સુધી આવી શકે છે. [૪] રેઝીઅહિ પણે બેડીબંદર આવનારી તમામ સ્ટીમરો તેમજ કચ્છમાં જનારી સ્ટીમર અહિંજ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy