SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ [વતીયખંડ I શ્રી તૃતીય ખંડ પ્રારંભ હું જામનગરનું જવાહર પ્રકરણ (૧) પહેલું (નવાનગર સ્ટેટનું વર્ણન. ) કાઠીઆવાડના વાયવ્ય ખુણામાં આવેલ પ્રદેશને હાલાર કહેવામાં આવે છે. એ પ્રદેશ જામશ્રી રાવળજીએ મેળવી પિતાના પૂર્વજ હાલાજીના નામ ઉપરથી તેનું નામ હાલાર રાખ્યું. ચંદ્રથી ૧૩૮મા અને શ્રીકૃષ્ણથી ૮૩મા (૧)જામ નરપત (વિ સં. ૬૮૩માં) થયા. ત્યારથી આરંભી અદ્યાપિ પર્યત યદુકુળમાં જામની પદવિ જામનગરના મહારાજાએજ ભગવે છે. હાલના વિદ્યમાન મહારાજા જામશ્રી દિગ્વિજય સિંહજી સાહેબ (૫૧મા) જામ” છે. [ જામકશ્રેષ્ટસર્વ રાજાઓમાં શ્રેષ્ઠ રાજા એમ એનો અર્થ સંભવે છે.] જામશ્રી વિભાજી, (બીજા)ને નામદાર બીટીશ સરકારે વંશપરંમપરાનો મહારાજાને ઇલ્કાબ બક્ષે છે. કાઠિયાવાડ પશ્ચિમ પ્રદેશમાં જામરાવળજીએ ગાદી સ્થાપી ત્યારથી પછામના પાદશાહ”ની પદવી જામીએ ધારણ કરેલ છે. તેમજ હાલારમાં રહેતા નવલાખ માણસની માલીકીથી નવલખા હાલારના ધણી અને પિતાની દરિઆઈ સરહદમાં સાચાં મોતી નીપજતાં હેવાથી મોતીચુંવાળા જામ વગેરે ઉપનામ ઘારણ કરેલ છે. જામશ્રી રાવળજીએ જામનગર (નવાનગર) શહેર વિસં. ૧૫૯ માં વસાવ્યું ત્યારથી આરંભી વિદ્યમાન જામશ્રી સુધીને ઇતિહાસ આ ગ્રંથના પ્રથમ ખંડમાં આવી ગયો છે. તેથી તે વિષે પ્રાચીન ઇતિહાસ ફરી નહિ કહેતાં, જામનગર શહેરની ઔદ્યોગીક સંપતિ, તાલુકાના ગામો, વસ્તિની સંખ્યા, તિર્થ સ્થળો, ઐતિહાસિક સ્થળો, અને જામનગરના જવાહીર સમાન મહાન પુરષોના જીવન વૃતા, વિગેરે બીજી જાણવા યોગ્ય કેટલીએક હકિકતોનો સંગ્રહ આ તૃતિય ખંડમાં આપવામાં આવેલ છે. આ નવાનગર (જામનગર) એટ કાઠિયાવાડના વાયવ્ય ખુણામાં ૨૨ –૫૮' અને ૨૧° -૪૪' ઉતર અક્ષાંશ અને ૬૯ -૧૦-૩૦' પૂર્વ રેખાશમાં આવેલ છે. જેની સરહદમાં ઉતરે કચ્છનું રણ તથા કચ્છનો અખાત, પૂર્વ મેરબી, રાજકોટ, ધ્રોળ, ગાંડલ અને બીજા કેટલાએક હાલાર પ્રાંતના નાના તાલુકાઓ; દક્ષિણે સોરઠ પ્રાંત અને પશ્ચિમે ઓખાનું રણ તથા અરબી સમુદ્ર આવેલ છે. આ સ્ટેટની સરહદ કાઠિયાવાડના દરેક રાજ્યની સરહદ સાથે થોડેઘણે અંશે લાગુ છે. આ સંસ્થાનનું ક્ષેત્રફળ ૩૯૧– . માઈલનું છે. એટલે કાઠિયાવાડના બીજા બધા રાજ્યો કરતાં આ રાજ્ય વધારે વિસ્તાર વાળું છે. વસ્તિસને ૧૯૭૧ની ગણત્રી પ્રમાણે ૪,૦૯,૧૯રની છે. જેમાં ૩,૨૬ ૮૯૪ હિન્દુ; ૫૮,૫૫૩ મુસલમાન ૨૩,૪૮૪ જૈન અને ૨૬૧ ઇતર વર્ણની સંખ્યાં છે. આ સ્ટેટ ફર્સ્ટ કલાસ હેઈ, દિવાની ફેજદારી કામોમાં સંપૂર્ણ સતા ભોગવે છે. પાટવિ કુમાર ગાદીએ આવવાનો રિવાજ છે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy