SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુદશીકળો] માળીયા સ્ટેટને ઇતિહાસ. ૨૨૩ રાયસિંહજી ગાદીએ આવ્યા. એ (૭) ડાકોરથી રાયસિંહજીએ પણ પિતાના પિતાશ્રીની માફક સ્વધર્માચરણમાં છંદગી ગુજારી હતી. સત્યયુગ વગેરે ધર્મયુગમાં રાજાઓ વૃદ્ધાવસ્થામાં કુમાર રાજ્યગાદી સોંપી વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરી, તિર્થ ક્ષેત્રમાં પ્રભુસ્મરણ કરતા. તેવીજ રીતે આમહાનકળીયુગમાં ઠારશ્રી રાયસિંહજીએ પોતાના પોત્ર(પાટવિ કુમારશ્રી ગુમાનસિંહજી સાહેબનો સ્વર્ગવાસથતાં તેના યુવરાજશ્રી હરિશ્ચંદ્રસિંહજી સાહેબનો રાજ્યાભિષેક પિતાના હાથથી કરી, રાજ્યની કુલસવા તેઓશ્રીના કરકમળમાં સંપી પોતે પોતાના પાટનગર(માળીયા)ને ત્યાગ કરી સાબર કિનારે શોભી રહેલા અમદાવાદ ના શ્રી સ્વામિનારાયણ ના મંદીરમાં નિવાસ કર્યો. ત્યાં તેઓશ્રીએ નિવૃત્તિપરાયણ રહી પ્રભુસ્મરણમાં કાળક્ષેપ કરતાં, વિ. સં. ૧૯૮૯માં ભીતિક શરીર છોડી અક્ષર નિવાસ કર્યો. તેઓ નામદારશ્રીને પાટવિકુમારથી ગુમાનસિંહજી તથા કુશ્રી ભારતસિંહજી અને કુમારશ્રી બલવીરસિંહજી એમ ત્રણ કુમાર થયા. તેમના પાટવિકુમારશ્રી ગુમાનસિંહજી રાજકોટની કોલેજમાં કેળવણી લીધા પછી ભરયુવાવસ્થામાં સ્વર્ગે જતાં રાજકુંટુંબ અને પ્રજા વર્ગમાં ઘણી જ દીલગીરી ફેલાઈ હતી. રાજકોટના પ્રજાપ્રિય મરહુમ રાજવિ સરલાખાજીરાજ સાથે યુવરાજશ્રી ગુમાનસિંહજીને ગાઢીમિત્રાચારી હતી. જેની યાદગીરીમાં રાજકોટમાં ઠા,શ્રી. સર લાખાજીરાજે ગુમાનસિંહજી બીડીંગ (પટેલ હાઉસ માટેનું મકાન) બંધાવ્યું હતું, (૮) ઠાકરશ્રી હરિશ્ચંદ્રસિંહજી સાહેબ (વિદ્યમાન) તેઓ નામદારશ્રી ૫ણ વડીલોની નીતીને અનુસરી ન્યાય, ધર્મ અને નીતિથી પ્રશંસાપાત્ર રાજ્યતંત્ર ચલાવી રહ્યા છે. અને યોગ્ય સુધારાવધારાઓ દાખલ કરી રાજ્યની આબાદી કરે છે. તેઓ નામદારશ્રીને નરેન્દ્રસિંહજી અને રાજેન્દ્રસિંહજી નામના બે લઘુ બંધુઓ છે. પિતે રાજકોટની રાજકમાર કોલેજમાં કેળવણી લીધી છે. પ્રજા પ્રત્યે સદૂભાવ જણાવી, મિયાણાં જેવી ઝનુની કેમને પણ વશ કરી છે. તેઓ નામદારશ્રીના લગ્ન પાલીતાણુના ઠાર સાહેબનાં રીછ કુંવરીશ્રી જયવંતકુંવરબા સાથે થયાં છે. એવીરીતે જામશ્રી આઠાને વંશવિસ્તાર (કચ્છ-મોરબી અને માળિયાની ગાદીના રાજ્યકર્તાઓનો) વર્ણવી. હવે દેવેંદ્રના ત્રીજા કુમાર “ભૂપતને ભઠ્ઠીવંશ વર્ણવવામાં આવશે. સિંહજીનાં રાજ્યમાતા થાય તેઓશ્રી હાલ વિદ્યમાન છે અને પિતાના પિતા ઠાશ્રી. મોડજીની માફક સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહી હજાર રૂપિઆને ધર્મ કાર્યમાં ફાળો આપી રહ્યાં છે. તેઓ નામદાર ચુડાના વિદ્યમાન ઠાકારશ્રી બહાદુરસિંહજી સાહેબનાં દાદીમા થતાં હોવાથી હાલ ચુડામાં બોમાસાહેબના નામથી પ્રસિદ્ધ છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy