SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવશપ્રકાશ ( પ્રથમખંડ ) ઘઉં ૩ જામપુલ પ્રુષ્ટ પિતાનું રાજ્ય હસ્તગત કરીને ખેલાડીગઢમાંજ રાજ્યાભિષેકની ક્રિયા કરાવી જામફુલ ગાદીનસીન થયા. એક દિવસ પ્રભાતને સમયે ખેલાડીગઢના રમણિય જરૂખામાં બેસી રાજ્યમાર્ગ પર આવતાજતા લાકેાને જોતા હતા, તેવામાં એક મનેાહુર વ્હેરાવાળી નવયેાવન કુમારીકા જોઇ. તેના માથે દૂધની બે મટુકી હતી અને બન્ને હાથમાં ૫ પાંચ (ભેસના) પાડાઓની મેારીયું (રસી) લઇ ચાલી આવતી હતી. તેવામાં એવું બન્યું કે જામની ઘેાડારમાંથી એક ધાડા સરક તાડાવી મસ્તીમાં આવી જઇ તફાન કરતા કરતા સામેના રસ્તા ઉપરથી પૂર જોસમાં દોડતા આવતા હતા, રસ્તા સાંકડા હતા તેથી તે કન્યાએ સમય સૂચકતા વાપરી બન્ને હાથમાંના પાડાની દસે મારીઓને પગતળે દબાવી એક હાથે મટુકીયા ઝાલી, અને ધાડા નજીક આવતાં ધાડાના જડબા ઉપર બીજા હાથની એવા જોરથી એક થપાટ લગાવી કે ધાડા ચક્કર ખાઇ પાા ધાડાર તરફે વળી ગયા. આમ માર્ગ નિયમનતા બન્ને હાથમાં પાડાને ઢારી, તે કુમારીકા ચાલી નીકળી આ બનાવ જામફુલે નજરે જોતાં વિચાર કર્યું કે આ સ્ત્રીની કુખે જે પુત્ર જન્મે તે ઘણાજ બહાદુર થાય. તપાસ કરાવતાં તે કન્યા કુડધર નામના રબારીને ત્યા ઉછરતી હાવાનું જાણી તેને ત્યાં રાજગારને સગપણ માટે માગું લઇ માકલ્યા. ૪૪ કોઈ એક અપ્સરા ઇન્દ્રના શ્રાપથી પૃથ્વી ઉપર પડી તે પછી જંગલમાં આવેલા એક શિવાલયમાં તે અપ્સરા પાતાના અપરાધની માફી માગતાં ગદગદ કૐ થઇ સ્તુતિ કરતી હતી. તેવામાં વીકીઓ સધાર અને કુડધર રબારી પેાતાની આઠ ગાયા અને ભેસા ચારતાં ચારતાં ત્યાં આવ્યા તે સ્રીનું રૂદન સાંભળી શિવાલયમાં જઇ તેને આશ્વાસન આપી ગામમાં લાવી કુડધરને ઘરે રાખી તેનુંનામ સેાનલ હતુ, સેનલની ખુબસુરતીથી મેાહિત થઈ વીકીઆ સધારે પાતાની તમામ આથ કુડધરને આપી તે કન્યા પાતાને ત્યાં લઇગયા, રાત્રે સામલના એરડામાં જતાં તેને વિકાલ સિંહુણરૂપે જોઇ વીકીઓ પાછા વળ્યા અને સવારે કુડધરને સોનલ પાછી સોંપી પાતાની આશ પાછી લાબ્યા, કુડધર પેાતાની પુત્રીથી પણ અધિકગણી તેની સંભાળ રાખતા હતા. એ કન્યાનુ` માગુ રાજા તરફથી આવતાં તે ચેાગ્ય જાણીને તેના લગ્ન જામ કુલ સાથે કરી આપ્યા. વિ. સ. ૯૭૬ ના કારતક સુદ બીજની પ્રભાતે એ સાનલ રાણીને પેટે એક પ્રતાપી પુત્રના જન્મ થયા, તેનું નામ લાખા પાડયું. કે જે પાછળથી ફુલના પુત્ર હેઇને લાખાફુલાણી એ નામે પ્રસિદ્ધ થયા. લાખાફુલાણીના જન્મ વખતે જામકુલ પેાતાના સાસરા રાજા ધુલારાસાથે ખાંભણાસર હતા. તેથી ત્યાં પુત્ર
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy